________________
ગુરુ ગૌતમસ્વામી આવ્યું; પણ એ વિના અનેક નિર્દોષ પશુઓને અભયદાન મળવારૂપે ફળ્યું, એ નિગ્રંથ ભગવાન મહાવીરને પ્રતાપ.
પણ જેમ જેમ સમય વીતતે જતું હતું તેમ તેમ ઇંદ્રભૂતિના નાના ભાઈ અગ્નિભૂતિની અધીરાઈ અને અકળામણ વધતી જતી હતી. એને ચિંતા થઈ આવી કે જરૂર એ માયાવી મહાવીરે પિતાની માયાજાળથી મારા ભલા-ભેળા મોટા ભાઈને ભેળવી લીધા હશે. પણ એ માયાજાળથી હું મારા મોટા ભાઈને છોડાવી લાવું તે જ ખરે!
અને હવે તે અગ્નિભૂતિની ધીરજને અંત આવી ગયે અને પિતાના મોટા ભાઈ વિશેની ચિંતા પણ હદ વટાવી ગઈ. એમણે વિચાર્યું, હવે એક ક્ષણનો પણ વિલંબ કરે નકામે છે. હું હમણાં જ એ કહેવાતા સર્વજ્ઞ પાસે પહોંચું છું અને મારી વિદ્યાના બળે એના સર્વજ્ઞાણાની માયા ઉઘાડી પાડી દઉં છું ! અને તરત જ એ પિતાના પાંચસે શિષ્યના પરિવાર સાથે મહાવીર પાસે પહોંચી ગયા.
આ પંડિતને પણ “કર્મ નામનું તત્વ વિશ્વમાં છે કે નહીં? એ શંકા ઘણા વખતથી સતાવતી હતી. પણ પંડિતાઈના મદમાં તેઓ એ કેઈને પૂછી શક્તા ન હતા.
પણ અત્યારે તે અગ્નિભૂતિ જાણે મોટું પરાક્રમ કરી વિજય મેળવવા મહાવીર પાસે આવ્યા હતા, એટલે એમનું રૂપ કંઈ ઔર જ હતું.
પણ ભગવાન મહાવીર તે સર્વ ભાવના જાણકાર અને વાત્સલ્યના અવતાર હતા. એમણે એવી જ મમતાથી અગ્નિભૂતિનું સ્વાગત કર્યું અને ભારે આમીય ભાવથી એમની શંકા કહી બતાવીને એનું હૃદયસ્પર્શી સમાધાન કરી આપ્યું.
મહાવીરને જીતવાની પ્રતિજ્ઞા કરીને નીકળેલ અગ્નિભૂતિ પણ મહાવીરથી જિતાઈને એમના બની જવામાં ધન્યતા અનુભવી રહ્યા. એમના પાંચ શિષ્ય પણ દીક્ષિત થઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org