________________
સ્નેહતંતુના તાણાવાણા
સેહામણું ફૂલ ખીલે છે, બધે સૌરભ પ્રસરાવે છે અને સૌને આહલાદ આપે છે.
એ કંઈ એમ ને એમ ખીલી નીકળતું નથી; ધરતીના. પેટાળમાં બીજ રોપાય છે. એને ખાતર, પાણી અને કુશળ માળીની માવજતને લાભ મળે છે. કાળ પાકે છે, અને ફૂલ અવતાર ધારણ કરે છે.
જેવું ફૂલ એવું જ જીવન.
જીવનને વિકાસ કે જીવનનું પતન એ કંઈ અકસ્માત. બની જતી ઘટના નથી. એનાં પણ અનેક કારણે હોય છે. અને કાળના પરિપાકને પણ એમાં મેટો હિરો હોય છે. - ગૌતમસ્વામી મહાવીરસ્વામીને સમર્પિત થયા અને મહાવીરસ્વામીએ ગૌતમસ્વામીને પિતાના બનાવી લીધા, એ કેવળ એ બે વચ્ચેના વાર્તાલાપનું જ શુભ પરિણામ કેઈને લાગે, પણ ખરી રીતે એમની વચ્ચેના આ સ્નેહતંતુના છેડા કેઈ જુગ જુગ જૂના કાળ સુધી લંબાયેલા દેખાય છે. કાળના એ અનંત મહાસાગરમાં જરાક ડૂબકી મારીએ.
(૧)
મરીચિના શિષ્ય ભગવાન ઝષભદેવ. સૌના માનીતા આદિનાથ. જીવનસંસ્કૃતિના પ્રથમ સ્થાપક.
આ અવસર્પિણ કાળના ભરત ક્ષેત્રના પ્રથમ પતિ, પ્રથમ ત્યાગી–ભિક્ષુ અને પ્રથમ તીર્થંકર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org