________________
૩૩
* ભગવાળ
વી વી
વિશે )
સત્યને જય -~તાથી પૂછયું : “ભગવાન, એ વાક્યને તાત્વિક અર્થ થાય? મને એ સમજાવે.”
ભગવાને કહ્યું : “એ વાક્યને તાત્વિક અર્થ આ પ્રમાણે સમજઃ “પળે પળે જ્ઞાનના પર્યાયે બદલાયા કરે છે; અને એ જ્ઞાનમય પર્યાયે પૃથ્વી, પાણી વગેરે પંચભૂતમાંથી જન્મે છે, એટલે કે પૃથ્વી આદિ પંચભૂત એ જ્ઞાનના વિષયે (જાણવા જેવા -રેય પદાર્થો) છે, નહીં કે જ્ઞાનનું ઉપાદાન (પાયારૂપ મુખ્ય) કારણ. તેથી એ ગેય પદાર્થો દૂર થતાં અને જ્ઞાન પર્યાય પણ નષ્ટ થઈ જાય છે, અને ન જ્ઞાનપર્યાય ઉત્પન્ન થાય છે.' ગૌતમ! આ વાક્યને આ જ ભાવ છે અને એ આત્માને ઈનકાર કરવાને બદલે એના અસ્તિત્વનું સમર્થન કરે છે. આમાં આત્માને નિષેધ કરવાની તે કઈ વાત જ નથી. જ્ઞાનના પર્યાયે પળે પળે પલટાતા હોવા
તાં એ પલટાને ઝીલતે આત્મા એ તે એક શાશ્વત-અવિનાશી તત્વ જ બની રહે.”
પંડિત ઈન્દ્રભૂતિનું ચિત્ત સત્યની ઝાંખી થવાને આલાદ અનુભવી રહ્યું. ચાતક મેઘને ઝીલે એમ તેઓ ભગવાનની વાણીને અંતરમાં ઝીલી રહ્યા. હવે તે તેઓ મનના બધા પૂર્વગ્રહને તજીને પિતાની જિજ્ઞાસાને તૃપ્ત કરવા તલસી રહ્યા.
એમણે ભગવાનને ભાવપૂર્વક પૂછ્યું: “પણ ભગવાન, દેહની સાથે જ આત્માને વિનાશ થતો નથી અને મરણ પછી પણ આત્મા ટકી રહે છે, એની ખાતરી કેવી રીતે, કયા પ્રમાણથી
કરી શકાય ?
ભગવાને સૌમ્ય ભાવે વાતને મર્મ સમજાવતાં કહ્યું: “પંડિત ઇન્દ્રભૂતિ! જેમ “મારે પુત્ર” એમ કહેતાં પિતા અને પુત્ર એમ બે જુદી જુદી વ્યક્તિઓનું અસ્તિત્વ પુરવાર થાય છે, તે જ રીતે મારું શરીર” એમ કહેતાં શરીર અને શરીરધારી એમ બે પદાર્થો સ્વયમેવ સિદ્ધ થઈ જાય છે. વળી, “આ મેં કર્યું,” “હું આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org