________________
ગુરુ ગૌતમસ્વામી કરુ છું', “આ મારું છે” વગેરે વાક્યપ્રયોગો પણ કઈક અદશ્ય તત્ત્વનું દેહથી ભિન્નપણું જ સૂચવે છે. આ તત્વ તે જ આત્મા. આમ આપણી સામેના પ્રત્યક્ષ પુરાવા આત્માના અસ્તિત્વની ખાતરી કરાવી જાય છે.”
પંડિત ઈંદ્રભૂતિ વધુ એકાગ્ર બનીને સાંભળી રહ્યા.
ભગવાને કહ્યું: “વળી, ગુણે ગુણીને છેડીને નિરાધાર રહી ન શક્તા હોવાને લીધે ગુણે ગુણીના અસ્તિત્વનું અનુમાન કરવામાં સુનિશ્ચિત પ્રમાણુની ગરજ સારે છે. અને આત્મતત્વમાં રહેલા ગુણોને તે જીવન દરમ્યાન સૌને અનુભવ થાય જ છે. એટલે ગુણેના પ્રત્યક્ષ દર્શનને લીધે એના આધારરૂપ આત્માના અસ્તિત્વનું અનુમાન બહુ સહેલાઈથી થઈ શકે છે.”
ઈંદ્રભૂતિએ ઉલ્લાસથી કહ્યું : “ભગવાન! હવે શાશ્વત આત્મતત્વના અસ્તિત્વના સમર્થનમાં થોડાંક આગમનાં પ્રમાણે પણ સમજાવે.”
ભગવાને પોતાની સમન્વયસાધક વૃત્તિને પરિચય આપતાં કહ્યું: “ગૌતમ! બીજા ધર્મશાની વાત તે દૂર રહી, ખુદ તમારાં પિતાનાં ધર્મશાસ્ત્રો જ આત્માના અસ્તિત્વના એટલે કે એના અમરપણાનાં દર્શન કરાવે છે. તમારાં શાસ્ત્રોમાં કહ્યું છે કે “જેને સ્વર્ગ મેળવવાની કામના હોય એણે અગ્નિહોત્ર નામે યજ્ઞ કરે “શરીરધારીને પ્રિય તથા અપ્રિયને વિયેગ હેતે નથી, અને શરીર વગરનાને પ્રિય કે અપ્રિય એટલે કે સુખ અને દુઃખ સ્પશી શક્તાં નથી;” વળી કહ્યું છે કે “જ્ઞાનમય, બેગ ભેગવનાર, નિર્ગુણ અને કતૃત્વરહિત આત્માનું અસ્તિત્વ છે. જે મરણની સાથે જ જીવન (એટલે કે આત્મતત્ત્વ) સમાપ્ત થઈ જતું હોય તે અગ્નિહોત્ર કરીને એના ફળરૂપ સ્વર્ગ કેણુ ભેગવવાનું? શરીરને પ્રિયઅપ્રિયને સંગ અને અશરીરને એનો વિયાગ, એ પણ કોઈક વિશિષ્ટ તત્ત્વના અસ્તિત્વનું જ સૂચન કરે છે, જેને આત્મતત્વ, જીવતત્વ કે ચેતનતત્ત્વ એવું ગમે તે નામ આપી શકાય. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org