________________
ફ્
ગુરુ ગૌતમસ્વામી પરાજિત કરીને પેાતાની વિદ્યાની અને વિદ્વત્તાની સરસાઈ સ્થાપિત કરવા આવ્યા છે એ વાત પણ વીસરી ગયા.
“
ઇંદ્રભૂતિએ કહ્યું : મહાવીર, ઘણાં ઘણાં શાસ્ત્રો જોયાં અને ઘણું ઘણું મનેામાંથન કર્યું, પણ આત્મા નામનું સ્વતંત્ર અને શાશ્વત તત્ત્વ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતું હોય એમ હું નક્કી કરી શકતા નથી. આપનુ કહેવું યથાર્થ છે જીવના અસ્તિત્વ વિષે મારું મન શંકાશીલ છે. ’
(:
ભગવાને લાગણીપૂર્વક કહ્યું : મહાનુભાવ, જીવ નામનુ •તત્ત્વ છે અને એ સ્વતંત્ર અને શાશ્વત છે, એમાં લવલેશ શકા કરવાની જરૂર નથી. અનેક રીતે એ પુરવાર થઈ શકે એમ છે. જો તમે ઊંડા ઊતરી વિચારે તે તમારું પેાતાનું શાસ્ત્ર અને એનું તમારું પેાતાનું જ્ઞાન જ તમને એનું અસ્તિત્વ સમજવામાં સહાયક મની શકે એમ છે.
,,
ઇન્દ્રભૂતિ ભગવાનના કથનને ઉત્સુકતાપૂર્વક સાંભળી રહ્યા. આજે તેઓને કેઈ અવનવી વાત સાંભળવા મળી હતી.
re
જાણે કેઈ સ્વજનને સત્ય સમજાવતા હોય એમ ભગવાને આત્મીય ભાવે એમની શંકાનું નિરાકરણ કરતાં કહ્યું : “ગૌતમ ! એક શાસ્ત્રવાક્યના અર્થ તમે એમ કરી છે કે ‘વિજ્ઞાનઘન એટલે જ્ઞાન-વિજ્ઞાનમય લાગતુ તત્ત્વ પાંચ ભૂતમાંથી પ્રગટે છે અને એ પાંચ ભૂતાના વિલીન થવાની સાથે નાશ પામે છે; અને પલેક જેવું કશું નથી.' પણ મહાનુભાવ, તમે કરે છે એ તા એ શાસ્ત્રવાકચને શાબ્દિક અને બાહ્ય કે ઉપરછલ્લે અથ થયે; પણ જો તમે એ શબ્દેમાંથી ભાવા કે તાત્ત્વિક ચા પારમાર્થિક અ તારવવાના-સમજવાના પ્રયત્ન કરશે તે એ જ વાકચ તમને આત્મતત્ત્વના અસ્તિત્ત્વની ખાતરી કરાવી આપશે.”ક
।
ઇન્દ્રભૂતિ વધુ ગ ́ભીર બની ગયા. આજે આ કઇંક નવી જ વાત જાણવા-સાંભળવા મળતી હતી. એમણે માળક સહુજ સરળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org