SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરૂ ગૌતમસ્વામી આ સ્વર્ગના વસનારા દે કેના સ્વાગત માટે ધરતી ઉપર ઊતર્યા હશે ભલા? – લેકે જાતજાતના તકે કરી રહ્યા. એ કેઈકે કહ્યું કે જ્યાં આવડે મોટો યજ્ઞ થતું હોય અને જ્યાં યજ્ઞકર્મ માટે મંત્રના જાણકાર મેટા મેટા પંડિત પુરુષો બિરાજ્યા હોય, ત્યાં દેવે હાજરાહજૂર થાય એમાં શી નવાઈ? આ બધા દેવે તે વિપ્રદેવ સમિલના યજ્ઞમાં હાજરી આપવા આવી રહ્યા છે. ઇંદ્રભૂતિ ગૌતમ વગેરે પંડિતે પણ દેના આગમનથી પળવાર ગર્વ અનુભવી રહ્યા ? કે પ્રભાવશાળી છે અમારે આ યજ્ઞ ! પણ એમને ગર્વ અને આનંદ વધુ વખત ટકી ન શક્યો. સૂર્યને તાપ લાગતાં જ ઝાકળનાં બિંદુએ ઊડી જાય એમ એમને હર્ષ પળવારમાં જ વિલાઈ ગયે. જોતજોતામાં એ દેવવિમાન યજ્ઞભૂમિના આંગણામાં ઊતરવાને બદલે નગરની બીજી દિશા તરફ વળી ગયાં ! યજ્ઞ કરાવનાર સોમિલદેવ અને યજ્ઞકર્મ કરનાર પંડિત ઈંદ્રભૂતિ વગેરે વિમાસી રહ્યા ? આ શું ? શું દેવે આ યજ્ઞથી. રીઝવાને બદલે રિસાઈને અન્યત્ર ચાલ્યા ગયા ? અને તરત જ કઈ જાણકારે ખુલાસે કોઃ નગરીની બીજી દિશામાં, મહાસેન વનમાં, આજે નિગ્રંથ ભગવાન મહાવીર– વર્ધમાન પધાર્યા છે. એ શ્રમણ શ્રેષ્ઠ ભગવાન સર્વજ્ઞ, સર્વદશી એટલે કે ત્રણે લોક અને ત્રણે કાળના જાણકાર છે, અને રમતવાતમાં જન્મજન્માંતરના ભેદો કહી આપે છે. મહાસેન વનમાં અત્યારે એમની ધર્મસભા રચાઈ છે, અને આ બધા દેવે એ ધર્મસભામાં જઈ રહ્યા છે.” આ વાત સાંભળીને પંડિત ઈંદ્રભૂતિ વિચલિત બની ગયા. એમના હૃદયને મોટો આઘાત લાગ્યું. એમણે હુંકાર કર્યો ? મારા જે સર્વ શાસ્ત્રને જ્ઞાતા અને સર્વવિદ્યાવિશારદ મહા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy