________________
૨૪
ગુરુ ગૌતમસ્વામી
આ બધે પ્રભાવ ભગવાન તીર્થ કરે સિદ્ધ કરેલ સમતા, અહીંસા, મહાકરુણા, અવૈરભાવ અને મૈત્રીભાવને હતે. જ્યાં ભગવાન તીર્થકર બિરાજતા હોય ત્યાં શાંતિ અને વાત્સલ્યના સમીર જ વાતા હોય.
જુવાલુકા નદીને ઉત્તર કિનારે દેએ સમવસરણ રચ્યું. શ્રમણ ભગવાન મહાવીરે એમાં બિરાજીને ધર્મદેશના આપી. અજ્ઞાનનાં પડપપડાંને ભેદી નાખે અને અંતરમાં અજવાળાં પાથરે એવી દિવ્ય એ દેશના હતી. દેવ-દેવીઓ ભગવાનની અમૃતવાણુને ભાવથી ઝીલી રહ્યાં; પણ ભગવાસના અને વૈભવવિલાસના કીચડમાં સતત ડૂબેલાં રહેતાં દેવદેવીઓનાં અંતરને એ વાણું ન સ્પશી શકી, ન જગાડી શકી. પ્રભુવાણને દિવ્ય કૃપાપ્રસાદ મળવા છતાં, કેઈ દેવદેવીએ, નાના પ્રમાણમાં પણ, કેઈ વ્રત, નિયમ કે પચ્ચકખાણને સ્વીકાર ન કર્યો ! તીર્થ કર જેવા તીર્થકરની ધર્મ દેશના એ દિવસે અફળ ગઈ. જગતે એક મોટું આશ્ચર્ય દીઠું. પણ
જ્યાં દેવ-દેવીઓનું ભાગ્યવિધાને જ સદાકાળ અવ્રતી રહેવાનું હોય ત્યાં તેઓ ભગવાનનો આદેશ ન ઝીલી શકે એમાં એમને પણ શે દોષ ?૪ જે નિયતિ–ભવિતવ્યતાને નિયમ.
* ભગવાન મહાવીરની પહેલી ધર્મદેશના અફળ ગઈ, એનું કારણ એ વખતે ત્યાં કાળા માથાને એક પણ માનવી હાજર ન હતા એ હતું. સ્વર્ગલોક અને એમાં વસનારાં દેવ-દેવીઓ સંપત્તિ, સાહ્યબી અને ભેગસામગ્રીમાં ભલે ધરતીના માનવીથી ચડિયાતાં હાય, પણુ આત્મતત્તવનું દર્શન કરીને એને વિકાસ કરવાનું સામર્થ્ય તે એકમાત્ર માનવદેહધારીમાં જ પ્રગટે છે. સિંહણનું દૂધ તે સુવર્ણપાત્ર જ ઝીલી શકે, એવી આ વાત છે. એટલા માટે તે માનવદેહને સર્વ દેહમાં શ્રેષ્ઠ લેખવામાં આવ્યું છે. પહેલી ધર્મસભા માનવી વગર થઈ એટલે ભગવાને તીર્થનું પ્રવતન-સ્થાપન કરવાનું બાકી રાખ્યું !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org