________________
આદ્યાત
વૈશાખ સુદ દસમના દિવસે ભિક ગામમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને કેવળજ્ઞાન પ્રગટયું. ભગવાનની સાડાબાર વર્ષ જેટલી લાંબી અને આકરી આત્મસાધના તે દિવસે પરિપૂર્ણ થઈ ભગવાન સર્વજ્ઞ અને સર્વદશી બન્યા. એમને આત્મા સર્વ દોષ, સર્વ કમે, સર્વ કષાયે અને સર્વ કલેશેથી મુક્ત બની પરમાત્મભાવ અનુભવી રહ્યો. ઘાતી કર્મોની અનાદિની માયાજાળ તે દિવસે સંકેલાઈ ગઈ. ભગવાનનાં અઘાતી કર્મ સંતપ્ત સંસારીએ માટે ઉપકારક બની ગયાં. અઘાતી કમ રહ્યાં ત્યાં સુધી નિગ્રંથ ભગવાન મહાવીર, સિદ્ધ પદથી દૂર રહી, અરિહંતપણે વિચરતા રહ્યા અને સંસારના જીવને દુઃખ-શેક-સંતાપનાં કારણોને સમજાવીને એના મહાસાગરને તરવાને ઉપાય દર્શાવતા રહ્યા. ભગવાનનું તીર્થંકરપદ જગતનું તારણહાર બની ગયું.
ભગવાનના કેવળજ્ઞાન કલ્યાણકને મહત્સવ ઊજવવા સ્વર્ગનાં દેવદેવીએ ધરતી ઉપર આવ્યાં. આનંદ-ઉલ્લાસથી એમણે એ મહત્સવ ઊજ. દિવસ આથમતે હતું અને આભનાં અંધારાં ધરતી ઉપર વિસ્તરવા લાગ્યાં હતાં, પણ જાભિક ગામમાં તે દિવસે ચારે કેર ઉદ્યોત ઉદ્યોત પ્રસરી રહ્યો હતે.
દેએ પિતાના આચારનું પાલન કર્યું. દેવાધિદેવને માટે મનહર સમવસરણની રચના કરી. એ સમવસરણમાં આવીને વાઘબકરી ભાઈ-બહેનની જેમ પાસે પાસે બેસે, ઉંદર-બિલાડી પિતાનાં જન્મનાં વેર વીસરી જાય છે; સાપ-નલિયે ભાઈબંધ બની જાય. ત્યાં વેર ઝેર અને દ્વેષ-કલેશનું નામ નહીં. જન્મજન્માંતરનાં વેરઝેર ભૂલાઈ જાય એ અદ્દભુત એને પ્રભાવ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org