________________
૨૨
ગુ, ગૌતમસ્વામી જેનું એકેએક અંગ પ્રમાણસર હેય એ દેહ. એમને વાન સેનલવણું–સોનાની રેખા જે ઊજળ–અને તેજસ્વી હતે.
પણ પિતાની આવી સુંદર, સુદઢ, નીરોગી કાયાનું એ વિપ્રવરને ન ભાન હતું, ન અભિમાન. કાયા તે એમને મન જીવનસાધનાનું માત્ર એક સાધન જ હતી, એટલે કાયાની માયા એમને ક્યારેય સતાવી ન શકતી. અને એવી જ ઉત્કટ હતી તેઓની અકિંચનવૃત્તિ. ધનની લાલુપતા અને સંપત્તિની આશાતૃષ્ણાથી તેઓ સદાય અલિપ્ત રહેતા.
હતા તે તેઓ ગૃહસ્થાશ્રમી, પણ સાધુવૃત્તિથી શુભતું, સાદાઈને શ્રેષ્ઠ આદર્શ સમું એમનું જીવન હતું. જીવનની જરૂરિયાતને તે જાણે તેઓ પિછાનતા જ ન હતા. દેહને દાપુ આપવા પૂરતું સાદું અન્ન અને તનને ઢાંકવા પૂરતાં ઓછાં અને સાદાં વસ્ત્ર મળ્યાં તથા વિદ્યાસાધના અને ધર્મસાધનાને વધારેમાં વધારે અવસર મળે એટલે જગ જીત્યા અને જીવનની ધન્યતા પામ્યાઃ આ ઉન્નત આદર્શ હત પંડિતપ્રવર ઇન્દ્રભૂતિને. એ આદર્શને જીવન સાથે એકરૂપ બનાવવા તેઓ વિદ્યાતપસ્વી અને જીવનસાધક વીરના જેવું જીવન જીવવાને સદા પુરુષાર્થ કરતા હતા.
આવા હતા
–પૂર્વ દિશામાંથી તેજાયમાન સૂર્યનું બિંબ પ્રગટે એમ માતા પૃથ્વીની રતનકુક્ષિમાંથી અવતાર પામેલ,
–આકાશમાંથી તેજલીસોટે દેરતે ધૂમકેતુ પ્રગટ થાય એમ પિતા વસુભૂતિને સંસ્કારવારસો લઈને જન્મેલ,
અને
–ખાણમાંથી તેજસ્વી લાખેણે હીરે પ્રગટે એમ, નાના સરખા ગોબર ગામમાંથી અમૂલખ જીવનધન લઈને જન્મ પામેલ–
બ્રાહ્મણ શ્રેષ્ઠ પંડિત ઈન્દ્રભૂતિ ગૌતમ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org