________________
૨૧
પંડિત ઇંદ્રભૂતિઃ કુટુંબનું જીવનબત. વિપ્ર વાયુભૂતિના ત્રણ પુત્રે વેદવિદ્યા અને યજ્ઞકર્મના અભ્યાસી બનીને બધી વિદ્યાઓ અને સમસ્ત યજ્ઞક્રિયાઓના વિશારદ બની ગયા. નાની ઉંમરે જ મગધના દિગ્ગજ વિદ્વાનેમાં એમની ગણના થવા લાગી અને બધા શાસ્ત્રાર્થો, બધી ધર્મક્રિયાઓ અને બધા યજ્ઞમાં તેઓને આદરભર્યા આમંત્રણ મળવા લાગ્યાં.
વડલે વડવાઈઓથી શોભે એમ ગુરુઓ સદાય શિષ્યોથી વીંટળાયેલા હોય. પંડિત ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ તે જાણે ચાલતાં-ફરતાં વિદ્યાપીઠ હતાં. મધમાખીઓ મધપુડાને આશરે પામીને નિરાંતે રહે એમ, સેંકડે વિદ્યાથીએ આ પંડિત શ્રેષ્ઠના ચરણેમાં રહીને શાંતિથી વિદ્યાનું અધ્યયન કરતા અને બ્રહ્મચર્ય-આશ્રમની સાધના કરતા. પિતાના શિષ્યોને જીવનભર ચાલે એટલા સંસ્કારધન અને વિદ્યાધનનું ઉદારતાથી દાન કરવામાં આ ગુરુએ જરાય કચાશ ન રાખતા. અને ગુરુજનના વાત્સલ્યના અમૃતનું પાન કરીને શિષ્ય પણ ઉલ્લાસપૂર્વક વિદ્યાઅધ્યયન અને સંસ્કારઘડતરને લાભ મેળવતા. જેવા આદર્શ હતા એ ગુરુએ એવા જ આદર્શ હતા એ શિષ્ય.
પંડિત ઈન્દ્રભૂતિને જન્મ શ્રમણ ભગવાન મહાવીર–વર્ધમાન પહેલાં આઠ વર્ષે, વિક્રમ સંવત પૂર્વે ૫૫૦માં, થયે હતે. ઈદ્રભૂતિ પછી ચાર વર્ષે અગ્નિભૂતિને અને અગ્નિભૂતિ પછી ચાર વર્ષે, એટલે કે ભગવાન મહાવીરના જન્મના વર્ષમાં જ, વાયુભૂતિને જન્મ થયે હતે.
પંડિત ઈન્દ્રભૂતિની કાયા વજ જેવી મજબૂત હતી. તેઓનાં હાડકાં વાષભનારાંચ નામે સંઘયણ (સાંધા)વાળાં હતાં. એમની સાત હાથ ઊંચી પડછંદ કાયાનાં અંગ-પ્રત્યંગે પ્રમાણસર અને સેહામણાં હતાં. શાસ્ત્રમાં એમની મનમેહક આકૃતિને સમચતુરસ સંસ્થાનરૂપે બિરદાવી છે. સમચતુરસ સંસ્થાન એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org