________________
પર ગીતમસગાસી નારીવર્ગ ઉપર કઈ પ્રતિબંધ હતા. ત્યાં તે આત્મસાધના માટે આવતા પ્રત્યેક માનવીને સમાન અધિકાર અને સમાન આવકાર મળતો. “ગાય વાળે તે ગોવાળ”ની જેમ સારાં કાર્યો કરે તે શ્રેષ્ઠ લેખાતે; હીણાં કર્મો આચરનાર હીણે લેખાતે !
ભગવાન મહાવીરનું આ તીર્થપ્રવર્તન એ તે, ખરી રીતે, દલિત-પતિત-દીન-પાપી-અસ્પૃશ્ય લેખાતી ઉપેક્ષિત માનવજાતિની અને નારીજાતિની યાતનામુક્તિ અને મોક્ષપ્રાપ્તિ માટેનું અભિનવ પ્રસ્થાન હતું. માનવીની બંધન-મુક્તિના નવા યુગનું એ નવ પ્રભાત હતું. અને આ નવપ્રસ્થાનનું પ્રેરક બળ હતું સમતાની સિદ્ધિમાંથી પ્રગટેલી અહિંસા અને મહાકરૂણું. અહિંસાના અવતારી ધર્મપુરુષ, ધર્મના નામે કે બીજા કઈ પણ બહાને, કઈ પણ માનવી પ્રત્યે આચરાતા અન્યાય, અત્યાચાર કે અધર્મને તેમ જ માનવમાત્રના આત્મવિકાસના જન્મસિદ્ધ અધિકારની આડે મૂક્વામાં આવતા અવરોધને કેવી રીતે બરદાસ્ત કરી શકે? અથવા એની સામે થયા વગર કેવી રીતે રહી શકે? ભગવાન મહાવીરસ્વામીના તીર્થપ્રવર્તન અથવા ધર્મચક્રપ્રવર્તનનો હેતુ અને મહિમા આ જ હતે. - ભગવાને બુલંદ સાદે માનવીને ઉદ્દબોધન કર્યું: “આત્મામાં જ પરમાત્મા છુપાયે છે.” અને “તમારા સારા-ખેટા ભવિષ્યના ઘડવૈયા તમે પોતે જ છે.”૫ ભારે આશાપ્રેરક અને પુરુષાર્થ પ્રેરક એ નાદ હતે. એ નાદે માનવીને દેવ-દેવીઓની ગુલામીમાંથી મુક્ત થવાની પ્રેરણા અને શક્તિ આપી.
ભગવાને અહિંસાના સગપણે ધર્મસંદેશ આપેઃ “જગતના બધાય છે મારા મિત્ર છે, અને વેર-ઠેષ મારે કેઈની સાથે નથી.” આ સંદેશામાં વિશ્વમંત્રી અને વિશ્વશાંતિનું અમૃત છલકાતું હતું.
અને આ ઉદાત્ત સંદેશ ગુંજતે કરીને ભગવાને, હિંસક યોની સામે માનવજાતને જાગ્રત કરીને, નિર્દોષ પશુઓને અભયદાન અપાવ્યું અને આત્માને વળગેલા અનેક દેશે અને અવગુણેને યજ્ઞ-હોમ કરવાની હાકલ કરી. અને એમ કરીને અહિંસાના એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org