________________
ભગવાન મહાવીર
અવતારી પ્રભુએ વાઘ-બકરીને એક આરે પાણી પીતાં અને ઉંદર-બિલાડીને સાથે બેસતાં કર્યા. એમની સમીપમાં પશુઓ પિતપોતાનાં જન્મજાત વેરભાવને પણ વીસરી જતાં.
ભગવાને ધર્મની લહાણી કરવા માટે અને અજ્ઞાન–અભણું જન સુધી ધર્મની વાત પહોંચતી કરવા માટે પોતાની ધર્મદેશના તે સમયે પ્રતિષ્ઠિત લેખાતી દેવભાષા (સંસ્કૃતભાષા)ના બદલે સામાન્ય જનસમૂહની ભાષામાં લેકભાષામાં આપવાની શરૂઆત કરી. ભગવાનના ધર્મતીર્થમાં સામાન્ય જનસમૂહની જેમ સામાન્ય જનની ભાષાને પણ પ્રતિષ્ઠાભર્યું સ્થાન મળ્યું.
વળી, ધર્મે કે પંથેના નામે થતા વાદવિવાદ કે કલહે દ્વારા આચરાતી માનસિક હિંસા અને પોષાતી સત્યવિમુખતાથી માનવીને બચાવી લેવા માટે ભગવાને, દરેક વ્યક્તિની વાત સામી વ્યક્તિની પિતાની દૃષ્ટિથી પણ સમજવાનો પ્રયત્ન કરીને ગુણગ્રાહક અને સત્યશોધક મનવૃત્તિ કેળવવા માટે, અનેકાંતપદ્ધતિનું દિવ્ય રસ પણ સમજાવ્યું.
અને આ બધાને આધાર અને આ બધાનું કેન્દ્ર માનવ અને એનું જીવન હોવાથી ભગવાને માનવની સર્વોપરિતા સ્વીકારીને નારીવર્ગ સહિત માનવમાત્રને પિતાના ધર્મતીર્થમાં આદરભર્યું સમાન સ્થાન આપ્યું અને એ રીતે પિતાના અહિંસાપ્રધાન ધર્મશાસનને ઉદ્યોત કર્યો.
સર્વજ્ઞ થયા પછી, પૂરાં ત્રીસ વર્ષ સુધી આવા સર્વમંગલકારી ધર્મતીર્થ દ્વારા, વિશ્વોપકાર કરી શ્રમણ ભગવાન મહાવીરસ્વામી, વિકમ પૂર્વે ૪૭૧–૪૭૦ વર્ષે, કારતક (ગુજરાતી આસે) વદિ અમાવાસ્યાની પાછલી રાતે, પાવાપુરી નગરીમાં મહાનિર્વાણ પામ્યા.
ઈતિહાસ કહે છે કે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની જેમ, ભગવાન તથાગત્ત બુદ્ધ પણ હિંસક યજ્ઞના નિવારણને, માનવસમાજના ઉદ્ધારને અને લેકભાષાના આદરને પોતાના ધર્મચક્રપ્રવર્તનમાં આગળ પડતું સ્થાન આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org