________________
ગવાન મહાવીર લીધે હરઃ આ હકીક્ત ઉપરથી પણ ભગવાન મહાવીરની સાધના કેટલી ઉત્કટ અને આત્મલક્ષી હતી એ સમજી શકાય છે. આ સાધનાનું એક એક પાન ભગવાનને પૂર્ણ આત્મસાક્ષાત્કાર અને પૂર્ણ સમભાવની વધુ ને વધુ નજીક દોરી જતું હતું.
કાજળઘેરી અંધારી રાતને પણ છેવટે તે અંત આવે જ છે ને! ભગવાનની આવી આકરી સાધનાને સમય પણ એક પુણ્ય ઘડીએ પૂરે થયે. અને, વિક્રમ પૂર્વે ૫૦૦–૪૯ વર્ષે, વૈશાખ સુદિ દશમના દિવસે, નમતા પહેરે, ઋજુવાલુકા નદીના કિનારે, ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઇદ્વિ, કષાયે અને કર્મો ઉપર જય મેળવીને મહાવીર સ્વામી જિન, સર્વજ્ઞ, સર્વદશી, અહંત, પરમાત્મા અને તીર્થકર બન્યા.
ભગવાન મહાવીરને આમોદ્ધારને આત્મગ (ધ્યાનગર અને જ્ઞાનગ) પૂરે છે અને મહાકરુણપ્રેરિત વિશ્વકલ્યાણને કર્મયોગ શરૂ થયેલ
આ કર્મચેગના, વિશ્વમૈત્રીના અને વિશ્વશાંતિના ભાવયજ્ઞના ભગવાનના પહેલા સાથી બન્યા ઈન્દ્રભૂતિ ગૌતમ અને એમની સાથેના દસ દિગ્ગજ વિદ્વાન બ્રાહ્મણે. ભગવાન મહાવીરના પગલે પગલે ત્યાગધર્મને સ્વીકાર કરીને એ અગિયારે બ્રાહ્મણશ્રેષ્ઠ શ્રમણ શ્રેષ્ઠ બની ગયા અને ભગવાન મહાવીર સ્વામીના તીર્થના મુખ્ય સ્તંભ બની ગયા. વૈશાખ સુદ અગિયારસને એ એતિહાસિક દિવસ ધન્ય બની ગયે.
એ બડભાગી દિવસે શ્રમણ ભગવાન મહાવીરે ત્યાગમાર્ગના સાધક શ્રમ અને પ્રમાણુઓ તેમ જ સંસારમાં રહેવા છતાં ધર્મતીર્થની ઉપાસના કરવા ઇરછતાં શ્રાવકે અને શ્રાવિકાઓના બનેલા ચાર પ્રકારના સંઘરૂપ તીર્થની સ્થાપના કરીને માનવમાત્રને માટે એનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં. ભગવાનના ધર્મમંદિરના દ્વારે ન કેઈ ઊંચ હતું કે ન કેઈ નીચ રહતે ન પુરુષ વર્ગને ત્યાં કઈ વિશેષ અધિકાર હતો કે ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org