SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ગુદ તમામ . . તેઓને આત્મા સ્વયંસંબુદ્ધ હત; એમને હવે ગુરુની જરૂર ન હતી. યુગ-યુગની ચેતગસાધનાને આ પરિપાક હરે; અને જગતના જીના અને દીન-દુખી-ઉપેક્ષિત માનવજાતના ઉદ્ધારક-તીર્થકર બનવાનો એમનો ભાગ્યાગ હતે. પણ એ ભાગ્યયેગ પ્રગટે તે પહેલાં, લાંબા સમય સુધી, રોમાંચક અને પ્રાણુતક જેવી અગણિત યાતનાઓની આકરી અગ્નિપરીક્ષામાંથી તેઓને પસાર થવાનું હતું. મહાવીરસ્વામીએ દીક્ષા લીધી અને એમની આ અગ્નિપરીક્ષા શરૂ થઈ પણ ઘર છોડ્યું તે ક્ષણથી જ તેઓએ કાયાની માયા તજી દીધી હતી અને તપ, ધ્યાન, મૌન, કષ્ટસહન અને એકાંતવાસને પિતાની સાધનાનાં સાધન, પિતાના સહાયકે કે પિતાના સાચા સાથી બનાવ્યાં હતાં. એટલે આ અગ્નિપરીક્ષા એમના આત્મભાવને જરાય વિચલિત ન કરી શકી; ઊલટું, એ તે એમના આત્માને વધુ ને વધુ વિમળ બનાવવાનું નિમિત્ત બનતી રહી ! ભગવાનને આ સાધનાકાળ સાડા બાર વર્ષ કરતાં થોડોક ઓછે હતે. આ બધે સમય તેઓ દેવ, દાનવ, માનવ, પશુપંખી અને કુદરતે આપેલાં અસહ્યા અને અપાર કષ્ટો–પરીષહેને તે અદીન ભાવે સહન કરતા જ રહ્યા; પણ, પિતાના આત્માને વિશેષ ઉજજવળ–વિશુદ્ધ બનાવવા માટે, જાણે આટલાં કો ઓછાં હેય એમ, તેઓ સામે ચાલીને કષ્ટોને આવકારતા અને વધુ કષ્ટો આવી પડે એવા પ્રદેશમાં પણ વિચરતા રહ્યા ! અને છતાં મનથી હારી જવાનું કે તપ, ધ્યાન અને મૌનથી લેશ પણ વિચલિત થવાનું નામ નહીં ! ભગવાનની સાધના સદાકાળ મેરુના જેવી નિપ્રકંપ રહી. આટલા સુદીર્ઘ સાધનાકાળમાં ભગવાને, રસવૃત્તિથી સદા દૂર રહીને, કેવળ શરીરને ભાડું આપવા માટે, માત્ર ૩૪૯ દિવસ જ રસ-કસ વગરને આહાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy