________________
-~-
~~-
~~
~-~~
-~
ભંગબાન મહાવીર
૧૫ અને છતાં મહાવીરમાં ન જ્ઞાનનું ગુમાન હતું, ત્યાગવેરાગ્યને અહંકાર હતો. સંસ્કારીઓને સંસ્કારી બનાવે અને
ગસાધકોને માર્ગ બતાવે એવું ઉજજવળ, ઉદાર અને વિશાળ એમનું જીવન હતું. | માતા-પિતાની ભક્તિ, વડીલે અને ગુરુઓને વિનય, નીડરતા, બંધુપ્રેમ વગેરે ગુણે દાખવીને રાજકુમાર વર્ધમાને સંસારીઓને સુખપૂર્વક જીવવાને માર્ગ બતાવ્યું હતું. અને એગમાર્ગની ઉત્કટ સાધના દ્વારા મહાયેગી બનીને તે તેઓ ચેગીઓના પણ પ્રેરક અને પૂજ્ય બન્યા હતા.
એમનું અંતર તે નિરંતર ત્યાગમાર્ગને સ્વીકાર કરવા ઝંખતું હતું, છતાં વર્ધમાને માતા-પિતા હયાત હોય ત્યાં સુધી દીક્ષા નહીં લેવાને સંકલ્પ કર્યો હતો અને પોતાનાં માતાને સંતોષ આપવા, ઈચ્છા નહીં હોવા છતાં, લગ્ન પણ કર્યા હતાં. વળી, ૨૮ વર્ષની ઉંમરે માતા-પિતાને સ્વર્ગવાસ થતાં, દીક્ષા લેવાને માર્ગ મેકળ થવા છતાં, મોટાભાઈ નંદિવર્ધનની ઈચ્છાથી, તેઓએ ઘરમાં બે વર્ષ વધુ રહેવાનું સ્વીકાર્યું હતું. આ ઉપરથી સમજી શકાય છે કે વર્ધમાન-મહાવીરનું અંતર કેટલું કુમળું હતું, અને બીજાઓની લાગણીઓની તેઓ કેવી કદર કરી શકતા હતા! બાકી તે, તે ઘરમાં રહેવા છતાં, જળકમળ જેવું નિર્લેપ જીવન જીવીને, પોતાની આત્મસાધના કે ગસાધનાના માર્ગે જ આગળ વધતા હતા–અંતરના ગીએ જાણે ઘરવાસ અને વનવાસ વચ્ચે ભેદ મિટાવી દીધું હતું !
પણ પછી તે, વસંત આવતાં આ મરે એમ, ઘરસંસારને ત્યાગ કરીને ત્યાગમાર્ગને સ્વીકાર કરવાને સમય પણ પાકી ગયે. ત્રીસ વર્ષની ઉંમરે, પોતાના ધન-વૈભવ-સર્વસ્વનું પોતાના હાથે દાન કરીને, માગશર વદ દશમના પુણ્ય દિવસે, વર્ધમાન–મહાવીરે દીક્ષા લીધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org