________________
તે કાળે, તે સમયે
પચીસ છવ્વીસ સો વર્ષ પહેલા એ સમય.
ઇતિહાસની આરસીમાં એ યુગનું કંઈક સ્પષ્ટ, કંઈક અસ્પષ્ટ અને છતાં એકંદર સુરેખ પ્રતિબિંબ જોવા મળે છે. એ પ્રતિબિંબ જેવું આહ્લાદકારી છે, એવું જ વિષાદપ્રેરક પણ છે.
ભારતવર્ષ તે ધર્મોની જન્મભૂમિ લેખાય છે. કંઈક ધર્મો એની કુક્ષિએ જનમ્યા અને સંસ્કારિતાના પારણે ઝૂલીને એના ખેાળામાં ઊછર્યા. આજેય એ ધર્મોના રાજમાર્ગો અને એની પુણ્ય કેડીએ માનવીને આત્મશુદ્ધિને રાહ બતાવીને એને પિતાના જીવનને અજવાળવાની પ્રેરણા આપે છે.
એ ધર્મોએ કેવા ઉદાત્ત વિચારેને માનવસમાજને વાર આપે ! વૈદિક–બ્રાહ્મણ ધર્મોએ કહ્યું: “આખી દુનિયા એક કુટુંબ છે.” “અહીં આખું વિશ્વ એક માળારૂપ બની જાય છે.”
જેન શ્રમણસંસ્કૃતિએ વિશ્વમૈત્રીને માર્ગ ચીંધતાં કહ્યું : “ દુનિયાના નાના-મેટા બધાય છે મારા મિત્ર છે; અને દુશ્મનાવટ તે મારે કેઈની પણ સાથે છે જ નહીં.”; “સવિ જીવ કરું શાસનરસી, ઈસી ભાવદયા મન ઉત્સસી.”
અને શ્રમણુસંસ્કૃતિની બીજી શાખા બૌદ્ધધમે જગતને સમજાવ્યું: “જે હું છું, એવા જ બધા જીવો છે, અને જેવા બધા જીવે છે, એ જ હું છું—આ રીતે બધા જીવોને પિતાના જેવા સમજીને ન પોતે કેઈ ને વધ કરે કે ન બીજા પાસે વધ કરાવે.”૫ બધા જ સુખી, ક્ષેમકુશળ અને સુખમય આત્માવાળા થાઓ.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org