SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ ગૌતમસ્વામી કરી બળજબરી. અળખરી યા દુરાગ્રહ દેખાય કે ધર્મભાવના ત્યાંથી દૂર જ થઈ જાય. આત્માને સ્વતંત્ર બનાવવાના ધયેયને વરેલી ધર્મભાવના બીજા ઉપર બળ અજમાવવા જાય કે તરત જ એનું હીર અને સ્વત્વ હણાઈ જાય છે. આટલા માટે તે સમતાસમભાવ–સમત્વને મહિમા ઠેરઠેર વર્ણવ્યા છે. ૨ ધર્મના આ અમૃતનું પાન કરનારાં સંતે અને સતીઓ યુગે યુગે આવતાં જ રહે છે. અને કેટલાક આત્માઓ તે, એ અમૃતનું પાન કરવાની સાથે સાથે, પિતાની શ્રેષ્ઠ સાધનાના અમૃતનું દાન કરીને, એ પરબોને વધારે સમૃદ્ધ પણ બનાવતા જાય છે. આવા જ એક મહાસંત, શ્રેષ્ઠ સાધક અને સિદ્ધ મહાપુરુષ હતા ગુરુ ગૌતમસ્વામી. શ્રમણ ભગવાન મહાવીરના ધર્મતીર્થના અમૃતનું પાન કરીને તેઓ અજર-અમર બની ગયા અને એ ધર્મતીર્થને પિતાની આત્મસાધનાના અમૃતનું દાન કરીને જગતના પરમ ઉપકારી બની ગયા. દીન-દુઃખી જગત આજે પણ એ મહાપુરષની લબ્ધિ, ઋદ્ધિ અને સિદ્ધિઓનું સ્મરણ કરીને એમનું શરણુ શોધે છે. સૌ ભાવિક નર-નારીઓ અમૃતના અધિકારી એ પ્રાતઃસ્મરણીય ધર્મપુરુષનું પુણ્યસ્મરણ કરીને એમની સ્તુતિ કરતાં કહે છે? અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણા ભંડાર તે ગુરુ ગૌતમ સમરીએ, મનવાંક્તિ દાતાર.૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy