________________
અમૃતની પરબ લાગે, ક્યારેક ઝેર જેવો કડ. અને પળવારમાં તે એ સ્વાદ પણ હતેન હતે થઈ જાય! અને એ બધાની વચ્ચે સ્થિરપણે ટકી રહે છે, પ્રાણીની જિજીવિષા અને સુખી થવાની તૃષ્ણ.
સંસારીઓની આવી સહજ લાગણીને સમજાવતાં સત્યના શોધક ભગવાન તીર્થકરે સાચું જ કહ્યું છે: “બધાં પ્રાણીઓને આયુષ્ય પ્રિય લાગે છે, સુખ ગમે છે, દુઃખ અકારું લાગે છે, વધ તરફ અણગમે હોય છે, જીવન પ્યારું લાગે છે, સૌ જીવવા ઈચ્છે છે; બધાયને જીવન તરફ અનુરાગ હોય છે.”
ઈચ્છા તે સહુ કેઈની આવી જ હોય છે ? સુખ-સાહીબીથી રહેવાની, લાંબુ જીવવાની, નીરોગી રહેવાની, દુઃખથી બચવાની, નામના–કીતિ મેળવવાની, સંપત્તિના સ્વામી કહેવરાવવાની અને સત્તાના સિંહાસનને શેભાવવાની. આવી આવી ઝંખના કે કામના કોને નથી દેતી ભલા? કેઈને અમુક વસ્તુની કામના સતાવતી હોય છે, કોઈને બીજી ચીજોની ઝંખના ખેંચતી હોય છે, તે કેઈને વળી કઈ અસાધારણ અનેખી ચીજ તરફની આસક્તિ હેરાન કરતી હોય છે અને માનવી એને મેળવવા માટે રાત-દિવસ ચિંતા અને મથામણ કરતો જ રહે છે.
અને છતાં આવી કામના કેની, કેટલાની ફળે છે ભલા ? આ બધું મેળવવા માટે માનવીની આટઆટલી દેડધામ છતાં, દુનિયામાં દુઃખ-દીનતા, શોકસંતાપ અને રેગ-મરણના ભયના કેટલા બધા ઓછાયા ફેલાયેલા પડ્યા છે !
ત્યારે શું, આવા બધા ભને જીતવાના માનવીના મને અને પ્રયાસો સાવ એળે જવા જ સરજાયા હશે ?
આને જવાબ સંસારના રસિયા જાએ નહીં પણ સંસારસાગરને સામે તીરે પહોંચેલા આત્મસાધકેએ આ છે; અને એ જવાબ જે ઉત્સાહપ્રેરક છે તે જ માનવીના કાજવળ ભાવીની આશાને જન્માવે એવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org