________________
અમૃતની પરબ
સંસારમાં સહુ સુખને ઝંખે છે; દુઃખ કેઈને જરાયે ગમતું નથી. અને છતાં જેને સર્વ વાતે સુખ હોય એ કોઈ જીવ તે શોધતાં પણ ન મળે! અને જગતમાં દુઃખના તે જાણે ઠેર ઠેર ડુંગર ખડકાયા છે. જ્યાં જુઓ ત્યાં નર્યું દુઃખ, દુઃખ અને દુઃખ જ ! ક્યારેક સંસાર સુખ-દુઃખની ફૂલગૂંથણી જે લાગે, ક્યારેક દુઃખના દાવાનળથી બળબળ લાગે.
દુનિયામાં જીવન સહુને પ્યારું લાગે છે; મરણ સહુ કેઈને અકારું લાગે છે. છતાં અમરપટો કેઈને મળતું નથી અને મરણના પંજામાંથી કેઈ બચવા પામતું નથી. જન્મેલાનું મૃત્યુ, એ જ કુદરતને અદલ ઈન્સાફ છે, એમાં ન કઈ તરફ ભેદભાવ કે ન કઈ તરફ પક્ષપાત– જાણે જન્મ-મરણના તાણાવાણાથી જ સંસારને પટ વણાતે રહે છે.
કેઈ પ્રાણી આવે છે, કઈ જાય છે, અને એ રીતે જગતની અખંડ ઘટમાળ ચાલ્યા જ કરે છે. પ્રાણીને જીવનનાં આદિ અને અંત ભલે હોય, સંસારની વણઝાર તે અનાદિ અનંત છેઃ એને ન શરૂઆત છે, ને છેડે છે. એ તે પિલા ખળખળ વહેતા અખંડ ઝરણા જેવી વાત સંભળાવે છે * : “મારા કિનારે માનવી આવે કે જાય, હું તે સદાકાળ વહેતું જ રહેવાનું !”
વળી, સંસારના રંગ પણ વાદળના રંગેની જેમ ચિત્રવિચિત્ર અને છેતરામણું હોય છે. ક્યારેક સંસાર સાકર જે મીઠે
* બધાં પ્રકરણની પાદનના અંકે દરેક પ્રકરણમાં જે તે સ્થાને આપ્યા છે. અને બધી પાદને મૂળ પુસ્તકને અંતે, પ્રકરણવાર, અ કે પ્રમાણે, આપી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org