SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ આશાને આધાર થઈ જાય છે એમ, આવી ઠગારી આશાને દાસ અને માનવી પિતાનું બધું સત્વ ગુમાવી બેસે છે. સંતેએ આવી આશાને હંમેશાં જાકારે આપે છે; એનાથી મુક્તિ મેળવવી એ પણ એમની સાધનાનું એક ધ્યેય હોય છે. આવી આશા તે નિરાશા-હતાશા કરતાં પણ વધારે નુકસાન કરનારી અને લાચાર બનાવનારી છે. ' સંતની સાધના તે અમર આશાથી ભરેલી જીવંત સાધના હોય છે. તેથી જ એમને નિરાશા, હતાશા અને ગમગીની સ્પશી શક્તી નથી. અને એમની સાધનામાંથી જન્મતી સિદ્ધિ સૌ કેઈની આશાને આધાર બની રહે છે. આવી જ આશાના મહાન આધારસ્તંભ હતા, અનંતલબ્ધિના સ્વામી ગુરુ ગૌતમસ્વામી. એમના નામને કેટલો બધો મહિમા છે! મરતાને જીવન મળે, દુખિયાનું દુઃખ દૂર થાય, રેગ-શેક -સંતાપ શાંત થઈ જાય, ભયમાત્ર નાસી જાય અને સર્વત્ર સુખ-શાંતિ અને આનંદ-મંગળ પ્રવતી રહે એ છે એ ધર્મપુરુષો અને એમના નામસ્મરણને પ્રભાવ. એ પ્રભાવ છે તેઓની નિર્મળ, નિઃસ્વાર્થ અને નિષ્કપટ જીવનસાધનાનો તથા પરગજુ પ્રકૃતિને. એમની એ સાધના આજે પણ કંઈક છે માટે આશ્વાસન, આશા અને આધારરૂપ બનીને એમનામાં બળ, બુદ્ધિ અને તેજ પ્રગટાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy