________________
પરમપૂજ્ય પંડિતવર્ય શ્રી સુખલાલજી અને લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરનું વિદ્યાતીર્થ -એ ત્રણેના કારણે છે રચાયેલ એક ભાવનાત્મક કુટુંબના સભ્ય બનવાનું સદ્ભાગ્ય અમને બધાને સાંપડયું છે. તેથી જ આ બધાને મને જોઈતો પૂરે પૂરે લાભ મળી શકે છે. આ બધા મિત્રો અને વડીલોને હું ખૂબ ઓશિંગણ બને છું. લા. દ. વિદ્યામંદિરનું વિશાળ પુસ્તકાલય પણ આ કામમાં મને ખૂબ સહાયક બન્યું છે. અને આ પુસ્તકમાં આપવામાં આવેલ શ્રી ગૌતમસ્વામીનું મુખ્ય ચિત્ર પણ આ વિદ્યા મંદિરમાંના પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજના હસ્તલિખિત ગ્રંથસંગ્રહમાંથી જ પસંદ કર્યું છે. ના આ પુસ્તકમાંનું “કંદક પરિવાજક: પાંચ ભવની લેણદેણ” એ નામનું સાળમું પ્રકરણ, આ પ્રકરણની ચોથી પાદાંધ (પૃ-૧૮૮) માં જણાવ્યા પ્રમાણે, ચાણસ્મા ગામના “શ્રી નિત્યવિનય-જીવન -મણિવિજયજી જૈન પુસ્તકાલય”ની નં. ૧૬૩ની પ્રતમાં આપેલી સંસ્કૃત કથાઓના આધારે લખવામાં આવ્યું છે. આ હસ્તપ્રત તથા આ કથાઓને ગુજરાતી સાર મને પૂજ્ય મુનિરાજ શ્રી અભયસાગરજી ગણિ પાસેથી મળ્યાં છે. વળી, સહદય વિચારક પૂજ્ય મુનિરાજ શ્રી કીતિચંદ્રવિજયજી મહારાજ તરફથી પણ મને જરૂરી માહિતી તથા ઉપયોગી સૂચનાઓ મળતી રહી છે. આ બને. મુનિવર્યોને હું ઘણે ઉપકાર માનું છું.
' આ પુસ્તકમાં ગૌતમસ્વામીની અષ્ટાપદયાત્રાનું મોટું રેખાચિત્ર આપી શકાયું છે. અને આ પુસ્તકના આવરણ(કવર)ને ઐરાવતના સુંદર અને ચેતનવંતા રેખાચિત્રથી સુશોભિત કરવામાં આવ્યું છે. આ બન્ને રેખાંકનો, સુરત શહેરના શ્રી ચિંતામણિના દેરાસરમાંની લાકડાની મનહર કોતરણું ઉપરથી, બનારસ યુનિવર્સિટીના કળાના અધ્યાપક શ્રી વાસુદેવભાઈ સ્માતે દોરેલાં છે. આ માટે હું શ્રી વાસુદેવભાઈને ખૂબ કૃતજ્ઞ છું.
શ્રી સમેતશિખર તીર્થ ઉપરની શ્રી ગૌતમસ્વામીની ટ્રકની, શ્રી ગૌતમસ્વામીની નિર્વાણભૂમિ શ્રી ગુણાયાજી તીર્થ માંના ભગવાને મહાવીરના જળમંદિરની અને રાજગૃહી તીર્થમાં આવેલ દાદાવાડીના
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org