________________
આશ્રય લેવામાં આવ્યો છે. અલબત્ત, આમ કરવામાં કે કોઈ સ્થાને મૂળ ઉદ્દગાર આપવાને પણ લાભ મળ્યો છે ખરે.
મને આ પુસ્તક લખવાનો અવસર મળે એનો બધો યશ મારા મિત્ર અને જાણીતા સમાજહિતચિંતક, વિચારક અને લેખક ભાઈ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા અને એમના સગા, ભાવનગરનિવાસી ટી. સી. બ્રધર્સવાળા શ્રીયુત ચીમનલાલ ચુનીલાલ પરીખને ઘટે છે. શ્રી ચીમનભાઈનું કુટુંબ શ્રી ગૌતમસ્વામી તરફ ઘણી આસ્થા અને ભક્તિ ધરાવે છે. આથી શ્રી ચીમનભાઈને ક્યારેક ગૌતમસ્વામીનું ચરિત્ર લખાવવાની ભાવના થઈ. એમણે પિતાને આ વિચાર શ્રી મનસુખભાઈને જણાવ્યું. શ્રી મનસુખભાઈએ એ કામ મને સેપ્યું, એટલું જ નહીં, મારી બીજી બીજી અનેક પ્રવૃત્તિઓને કારણે એમાં મોડું થાય તો તે નિભાવી લેવાની પણ તૈયારી બતાવી. આ કામની જવાબદારી મેં લીધી એ વાતને છ વર્ષ કરતાંય વધુ વખત થયે, એ ઉપરથી પણ સમજી શકાય છે કે એમણે આ માટે કેટલી બધી ધીરજ રાખી છે. એમણે આ કામ મને સેપ્યું ન હોત તે, અનેક જ જાળાથી ભરેલી જિંદગીના કારણે, આ પુસ્તક લખવાને લાભ મને ન મળત. આ માટે હું શ્રી મનસુખભાઈના અને શ્રી ચીમનભાઈનો અંતઃકરણથી ખૂબ ખૂબ આભાર માનું છું અને એમને ધન્યવાદ આપું છું. . !પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તે મારા મિત્ર અને અમારા ઘરના સુખદુઃખના સદાના સાથી છે. જૈન આગમ અને ભારતીય દર્શનેના અધિકારી વિદ્વાન શ્રી દલસુખભાઈ આવા પુસ્તક માટેની માહિતીને ભંડાર છે. એટલે મેં, એમની સગવડ-અગવડની જરાય ચિંતા સેવ્યા વગર, આ કામમાં એમને છૂટથી ઉપયોગ કર્યો છે.
પરમપૂજ્ય પંડિતવર્ય શ્રી બેચરદાસભાઈ દેશી, પંડિત શ્રી અમૃતલાલ 2 મોહનલાલ ભેજક, ભાઈ શ્રી લક્ષ્મણભાઈ ભેજક, પં. શ્રી હરિશંકર
ભાઈ પંડ્યા, શ્રી રમણીકભાઈ શાહ, પં. શ્રી બાબુભાઈ અને ભાઈ શ્રી કે રૂપેન્દ્રકુમારજી–આ બધા વિદ્વાનોએ મને માગી સહાય પ્રેમથી આપી
છે. સ્વર્ગસ્થ આગમપ્રભાકર પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ,
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org