________________
ભાષાઓમાં અને જુદા જુદા સમયમાં, જે કંઈ કૃતિઓ રચાઈ છે હેય તે બધી મુકિત તેમ જ હસ્તલિખિત કૃતિઓને એક ખાસ સંગ્રહરૂપે કોઈ સંસ્થા પ્રગટ કરે તો તે એક ઉપયોગી પ્રકાશન બની જાય. બની શકે તે આ સંગ્રહના એક વિભાગ કે પરિશિષ્ટમાં દિગંબર જૈન સંઘમાં રચાયેલી કૃતિઓને પણ સમાવેશ કરવામાં આવે.
આ પુસ્તકના બીજા પરિશિષ્ટમાં મેં દિગંબર જૈન સંઘની માન્યતા મુજબનું ગૌતમસ્વામીનું ચરિત્ર આપવાનો પ્રયાસ કર્યો છે. સંભવ છે, મેં આપેલી માહિતી પૂરેપૂરી ન હોય. પણ અહીં આ અંગે મારે એટલું જ જણાવવાનું છે કે, મેં આ સામગ્રી મેળવવા બનતો બધે પ્રયાસ કર્યો છે અને જે માહિતી મળી તે રજૂ કરીને સંતોષ માન્યો છે. આ વિષયના અભ્યાસી વિદ્વાનોની જાણમાં આ સંબંધી જે કંઈ વિશેષ માહિતી હોય કે હવે પછી એમના જાણવામાં આવે તે મને લખી જણાવવાની કૃપા કરે. - ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને કહેલ પાંચમા આરાનું વર્ણન “શ્રી ભગવતી સૂત્ર”માં સચવાયું છે. અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ “શ્રી ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રમાં પાંચમા અને છઠ્ઠા એમ બને આરાનું વર્ણન આપવામાં આવ્યું છે. આ રીતે પાંચમા અને છઠ્ઠા આરાના ભગવાને ગૌતમસ્વામીને કહેલ ભાનું સારરૂપ વર્ણન આ પુસ્તકમાં, ત્રીજા પરિશિષ્ટરૂપે, આપવાને મને વિચાર આવ્યા હતા. પણ, એ બાબત ઠીક ઠીક પ્રચલિત હોવાથી અને જેઓને એ જાણવાની ઈચછા હોય તેઓ સરળતાથી જાણું શકે એવી સામગ્રી પણ સુલભ હેવાથી, છેવટે મેં એ વિચાર જતો કર્યો છે. આ વર્ણન કાળબળને લીધે થતી માનવસમાજની પડતીનું ચિત્ર રજૂ કરે છે તે સુવિદિત છે.
- આ પુસ્તકમાં વાર્તાલાપના પ્રસંગે, કેટલુંક લખાણુ અવતરણ ચિહન (“ ”)માં આપ્યું છે, તે ચાલુ કથાવાર્તાની પદ્ધતિ પ્રમાણે આપ્યું છે એમ સમજવું; એટલે એ બધું લખાણ આધારયુક્ત, મૂળ અને જે તે પાત્રના મુખમાંથી જ નીકળેલું છે એવું માની લેવાની જરૂર નથી. કથા કે પ્રસંગને ભાવ વધુ સારી રીતે વ્યક્ત થઈ શકે એ માટે આવી સંવાદની શૈલીને ઘણે ઠેકાણે
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org