________________
સમય જ જાણી શકાયા નથી, તેા કેટલાક પ્રસંગાની ગેાઠવણીમાં, બહુ ઝીણવટથી જોતાં, કદાચ કાલક્રમની દૃષ્ટિએ કંઈક આધાપાછાપણું થઈ ગયું હેાય એવું પણ બને. આમ છતાં જે કઈ લખ્યુ છે તે કાઈ પણ પ્રાચીન કે અર્વાચીન આધાર મેળવીને જ લખ્યું છે. આ ચરિત્રકથાનું આલેખન કરવામાં દરેક પ્રસગ આધારયુક્ત હેાય. એ માટે મેં ઇતિહાસકાર કે ચરિત્રકારના જેવી શકય ઝીણવટ તથા ચીવટ રાખવાના પ્રયત્ન કર્યો છે; અને કાઈ પશુ પ્રમાણયુક્ત પ્રસંગના રસમય નિરૂપણ અને વનમાં મેં કથાકારના જેવી છૂટ પણ લીધી છે. આ બધા પ્રયત્નનું પરિણામ તે “ગુરુ ગૌતમસ્વામી” નામે આ પુસ્તક. એટલે આ પુસ્તકને ઇતિહાસ ચરિત્ર લેખવાને બદલે એક ભાવાત્મક ચરિત્રકથા કહેવું વધારે ફીક લાગે છે. આ પુસ્તક કેટલું. વાચનક્ષમ, રસદાયક તથા ગુણ-અવગુણવાળું બન્યું છે, એના ન્યાય તા સહૃદય વાચકા જ આપી શકે. લેખકનું કામ તેા પેાતાની આવડતને બની શકે તેટલા સારા અને પૂરા રૂપમાં રજૂ કરવાના નિષ્ઠાભર્યો પ્રયત્નમાં જ પૂરું થાય છે.
વાયક મૂળ ચરિત્રકથા સળગ રૂપે વાંચી શકે એટલા માટે મૂળ લખાણની સાથે, તે તે સ્થાને, પાદનાંધાના માત્ર અંકા જ આપ્યા છે, અને બધી પાદનેાંધા મૂળ પુસ્તકને અંતે, બને તેટલા વિસ્તારથી આપી છે.
પુસ્તકના પહેલા પરિશિષ્ટમાં ગૌતમસ્વામીની ભક્તિ અને સ્તુતિ નિમિત્તે, સમયે સમયે, રચાયેલ સખ્યાબંધ કૃતિઓમાંથી ૪૯ છપાયેલી અને ૨૬ નહીં છપાયેલી મળીને કુલ ૭૫ કૃતિઓની યાદી આપી છે. આ યાદી અધૂરી છે એના મને ખ્યાલ છે. આ ઉપરાંત અનેક મુદ્રિત અને અમુદ્રિત કૃતિઓ મળી આવવી ોઈએ. પણ મારાથી બની શકી તેટલી કૃતિઓની યાદી આપીને મેં સંતાય માન્યા છે. વળી, આ યાદીમાં દિગંબર જૈન સ ંઘમાં રચાયેલ કૃતિના, મારી પેાતાની મર્યાદાને કારણે, હું સમાવેશ નથી કરી શકયેા એ મારે કબૂલ કરવુ જોઈએ. મને લાગે છે કે આપણા સ“ધમાં ગૌતમસ્વામીના સ્તવન, કીર્તન, સ્મરણ નિમિત્તે, જુદી જુદી
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org