________________
સામગ્રી મેળવી શકે છે ત્યારે એનું ચિત્ત રાજી રાજી થઈ જાય છે. પણ સાચાં આત્મસાધક સંતો અને સતીએ કંઈ ઈતિહાસકાર માટે નહીં પણ પિતાના અને દુનિયાના ભલા માટે જીવન જીવે છે અને સાધના કરે છે. અનાસક્તિથી શોભતી આવી સાધના એ સાધુતા અને શ્રમણજીવનની સાધનાની શેભા છે–ભલે પછી એના લીધે ચરિત્રથા લખવામાં ઉપયોગી થાય એવી સામગ્રી સચવાઈ રહે કે ઉપેક્ષિત બને. હજારે છોને આશ્રય આપતા વિશાળ વડલાના મૂળિયાના રૂપને કેણ જાણુ શકે છે? એવું જ સાચા સંતોનું સમજવું.
એ ગમે તેમ હોય, પણ આપણે ત્યાં ગૌતમસ્વામીના ભવ્ય અને અનેરા જીવન-પ્રસંગોને આલેખતી સળંગ કથાને અભાવ છે એ હકીકત છે.
બે જીવનચરિત્ર કંઈક આવકારદાયક ગાનુજોગ કહે કે ભવિતવ્યતાનો યોગ કહે, છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમ્યાન ગૌતમસ્વામીનાં બે જીવનચરિત્રો પ્રગટ થયાં છે. પહેલું ચરિત્ર “રુદ્ધમર તY : 8 અનુશીટન” એ નામનું સ્થાનકમાગ સંધના સંત શ્રી ગણેશ મુનિ શાસ્ત્રીએ હિન્દી ભાષામાં લખ્યું છે અને તે, ઈ.સ. ૧૯૭૦માં, સન્મતિ જ્ઞાનપીઠ, આગરા-૨, એ સંસ્થા તરફથી પ્રગટ થયું છે. ૧૭૬ પાનાંના એ પુસ્તકની કિંમત ચાર રૂપિયા છે.
આ પુસ્તક અને આવું બીજું પુસ્તક તે મેં લખેલું આ “ગુર ગૌતમસ્વામી”. આપણું આગમ-સાહિત્યમાંથી તેમ જ અન્ય જૈન ગ્રંથોમાંથી ગૌતમસ્વામી સંબંધી જે કંઈ ઓછી-વધુ માહિતી મળી શકે એમ હતી, તે મેળવીને તેને એક સળંગ ચરિત્રકથારૂપે સંકલિત કરવાને મેં નમ્ર અને યથાશક્ય પ્રયત્ન કર્યો છે. આ સંકલનમાં બધા જ જીવનપ્રસંગોને સમાવેશ થઈ જાય એ માટે બનતું ધ્યાન રાખવા છતાં કદાચ કોઈક પ્રસંગ રહી જવા પણ પામ્યા હેય. વળી, બધા પ્રસંગેની ગોઠવણ કાલાનુક્રમે જ થઈ છે, એમ કહેવું પણ મુશ્કેલ છે. કેટલાક પ્રસંગે કયારે બન્યા હશે, એ
:
૧
the
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org