________________
ગ્રંથમાં પણ, ભલે છૂટાછવાયા, એમના અનેક જીવન-પ્રસંગે સચવાઈ રહ્યા છે. વળી, એમની સ્તુતિ-પ્રશસ્તિ અને પુણ્યસ્મૃતિ નિમિત્તે એક પ્રાચીન સમયથી તે અત્યારના સમય સુધી, શાસ્ત્રીય ભાષામાં તેમ જ લેકભાષામાં, નાની-મોટી સંખ્યાબંધ કાવ્યકૃતિઓ રચાતી રહી છે. અને પ્રાચીન સમયમાં સંખ્યાબંધ પૂર્વાચાર્યો અને પ્રભાવક પુરુષનાં ચરિત્રો પણ રચાયાં છે. આમ છતાં, જૈન સાહિત્યને વિપુલ ભંડાર, ગૌતમસ્વામી સમાં શ્રેષ્ઠ ધર્મ પ્રભાવક મહાપુરુષની સળંગ ચરિત્રકથાથી વંચિત રહ્યો, એ કંઈક નવાઈ ઉપજાવે એવી વાત છે. જાણે બધા કથાકારે અને ચરિત્રકાર, સૌને માટે સદામરણીય અને સર્વમંગલકારી આ મહાન વિભૂતિની ધર્મકથા રચીને પોતાની સરસ્વતીને વિશેષ ધન્ય બનાવવાનું વિસરી ગયા હોય એમ જ લાગે છે. આમ કેમ થયું હશે ભલા ?
- આ પ્રશ્નનો સમજમાં ઊતરે એવો ખુલાસે મળવું મુશ્કેલ છે. સંભવ છે, સાવ સહજપણે આવું બની જવા પામ્યું હોય, અથવા તો ભગવાન મહાવીર પછીની શ્રમણ-પરંપરાના આદિ પુરુષ પાંચમા ગણધર શ્રી સુધર્માસ્વામી લેખાતા હોવાથી તે આમ બનવા નહીં પામ્યું હોય? પણ, તો તો પછી, શ્રી સુધર્માસ્વામીની સળંગ કથા પણ આપણે ત્યાં કયાં રચાઈ છે?
આ હકીકતને ઘેડેક ખુલાસો કદાચ આ રીતે થઈ શકે ? નામ તેને નાશ” એવી વૈરાગ્યપ્રેરક ભાવનાનું સંયમ-તપ-ત્યાગપ્રધાન ધર્મ સંસ્કૃતિમાં વિશેષ સ્થાન હોવાથી, સાચા આત્મસાધક આત્માને પ્રયત્ન હંમેશાં નામના અને કીર્તિની કામના કે આસક્તિથી અળગા રહીને એ માટે બને તેટલી વધુ ઉદાસીનતા કેળવવાને જ હોય છે. આવા ઉદાસીનતાના ઉપાસક સાધકને પોતાના જીવનની વિગતો સાચવવાનું કામ આળપંપાળ જેવું લાગે અને એમના સાથીઓને પણ એ માટે વિશેષ ઉત્સાહ ન જાગે એ સ્વાભાવિક છે. અલબત્ત, કેાઈ કથાકાર, ચરિત્રકાર કે ઇતિહાસકાર પોતાની શ્રદ્ધાભકિતના આધારરૂપ, લોકકલ્યાણકારી અને પૂજ્ય વ્યક્તિનો જીવનપરિચય લખી શકાય એવી સામગ્રીને અભાવ જુએ ત્યારે એને દુઃખ થયા વિના નથી રહેતુ. અને જ્યારે પણ એ આવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org