________________
. તેઓ મોક્ષમાર્ગના યાત્રિક હતા; મોક્ષની પ્રાપ્તિ સાથે પિતાની જીવનયાત્રા કે સંસારયાત્રા પૂરી કરીને અમરપણાના અધિકારી બન્યા હતા; અને જન્મ, જરા અને મરણના ભયને પાર કરી ગયા હતા.. જીવન અને અમૃત અહીં જ એકરૂપ બની જાય છે, અને અંતે અમૃતનું તત્ત્વ જ કાયમ રહે છે.
.
આવા ભવ્ય, મહાન અને મંગલકારી ધર્મપુરુષની ચરિત્રકથા લખવાની મને તક મળી તેથી ખૂબ આનંદ થાય છે. અને, જોગાનુજોગ, ભગવાન મહાવીરના પચીસમા નિર્વાણકલ્યાણકની વ્યાપક ઉજવણું દેશભરમાં થઈ રહી છે એવા પવિત્ર, અપૂર્વ અને ઐતિહાસિક સમયે આ પુસ્તક પ્રગટ થાય છે, એથી વિશેષ આનંદ થાય એ સ્વાભાવિક છે. - આ પુસ્તકના લખાણને અંતે મેં આ પ્રમાણે નોંધ કરી હતી : “લખાણું પૂરું કર્યું" વિ. સં. ૨૦૨૮, આસો સુદિ ૫, ગુરુવાર, તા. ૧૨–૧૦–૧૯૭૨ ના રોજ સાંજના સવા પાંચ વાગે, અમદાવાદ.” આ નેધ ઉપરથી જોઈ શકાય છે કે આ પુસ્તક લખાયાને સવાબે વર્ષ જેટલો લાંબો સમય થઈ ગયો. વળી, આ પુસ્તક જલદી છપાઈને બહાર પડે એ માટે પ્રયત્ન પણ ઠીક ઠીક કર્યો. છતાં પુસ્તકનું છાપકામ, ધારણું પ્રમાણે, તરત હાથ ધરી ન શકાયું અને, એક યા બીજા કારણે, એમાં મેડું થતું જ ગયું. તેથી, એમ લાગે છે કે, આ પુસ્તક માટે ભવિતવ્યતાને કોઈ શુભ સંકેત જ એવો હતો કે એ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના પચીસમા નિર્વાણકલ્યાણકની શાનદાર ઉજવણુના યાદગાર વર્ષમાં જ પ્રગટ થાય. મારા માટે આ ભવિતવ્યતાને વેગ ઉપકારક બની ગયો. આ ઉજવણીમાં આ પુસ્તકરૂપે મારુ અતિ નમ્ર અર્થ આપવાને મને મંગલ સુઅવસર મળે. જે થાય તે સારા માટે. - લબ્ધિના ભંડાર અને મંગલ વિભૂતિ તરીકે જૈન સંઘમાં ગૌતમસ્વામીને ઘણે જ મહિમા છે અને નિત્ય પ્રાતઃસ્મરણ્ય ધર્મપુરુષ તરીકે સૌ એમનું સ્મરણ અને ધ્યાન કરે છે. આપણાં જુદાં જુદાં આગમસૂત્રમાં તેમ જ આગમસૂત્ર સિવાયના જૈન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org