SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ મહાનિર્વાણ ભગવાન મહાવીર દેહમુક્ત-સિદ્ધ થયા હતા અને ગૌતમસ્વામી દેહધારી મુક્ત આત્મા-કેવલી હતા તથા સામાન્ય જિન અન્યા હતા. પણ એ એ વચ્ચેના આ તફાવત તે માત્ર ઉપરછલ્લા જ હતા અને તે પણ અમુક સમય પછી દૂર થવાનેા હતે, અને પછી અન્નેના આત્મા સદાને માટે એક જ સ્થાનમાં રહેવાના હતા અને ભગવાનની વાણી સાચી પડવાની હતી. કેવળજ્ઞાનની દ્વિવ્ય પ્રભામાં ગૌતમસ્વામીની બધી લબ્ધિ, ઋદ્ધિ અને સિદ્ધિઓના મહિમા સમાઈ ગયા હતા; અને અઢારે પાપસ્થાનાથી મુક્ત થયેલા એમના નિર્મળ આત્મા પરના ઉપકાર માટે પણ ચમત્કારો કરવાની કે ચમત્કારી મતાવવાની વૃત્તિથી સ થા અલિપ્ત થઈ ગયા હતા. વળી, ભગવાન મહાવીરની હાજરીમાં પણ તેઓ લબ્ધિએ અને સિદ્ધિઓના ઉપયોગ જવલ્લે કરતા, છતાં સ કલ્યાણકારી, ભદ્ર, ભવ્ય, પ્રસન્ન અને પરગજુ પ્રકૃતિને કારણે લેાકેામાં એક લબ્ધિવત મહાપુરુષ તરીકે એમનેા મહિમા અને પ્રભાવ ખૂબ વિસ્તર્યાં હતા. કેવળજ્ઞાન પછી ખાર વર્ષ સુધી ગૌતમસ્વામી પૃથ્વીને પાવન કરતા રહ્યા અને ગામ-નગરામાં વિચરીને ભગવાનના શાસનની પ્રભાવના દ્વારા જનસમાજને ધમતીના માર્ગે દારતા રહ્યા અને અનેક આત્માઓના ઉદ્ધાર કરતા રહ્યા. Jain Education International * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy