________________
ગુરુ ગૌતમસ્વામી કાળ પાકે અને ફળ-ફૂલ-પાંદડાં ખરવા લાગે; સમય આવે ને નદી-સરવરનાં નીર સુકાવા માંડે એવું જ દેહ અને આત્માનું સમજવું.
વખત આવે અને આત્મા નવી યાત્રા માટે પરિયાણ કરે ત્યારે કાયા કાળના મેંમાં ધકેલાઈને નકામી બની જાય–ભલે પછી એ રૂડી-રૂપાળી અને નીરોગી હોય કે કાળના ઘસારા ખમી અમીને કે આધિ-વ્યાધિ-ઉપાધિને કારણે જીર્ણશીર્ણ થઈ ગઈ હેયમાટે તે કહ્યું છે કે કાચની કેઠી જેવી કાયાથી તે સારાં કામે. કરી લીધાં જ સારાં.
ગૌતમસ્વામી પિતાની કાયાને વિશ્વના જુના કલ્યાણ માટે નિરંતર ઉપયોગ કરતા રહ્યા. અને બાણું વર્ષની પરિપકવ વયે, જ્યારે એમણે જોયું કે કાળધર્મના બેલ પહોંચી જવાને વખત થઈ ગયું છે ત્યારે, તેઓ રાજગૃહનગરમાં વૈભારગિરિ ઉપર પધાર્યા અને કાયાની માયા ઉપર પૂર્ણ વિજય મેળવીને એમણે એક માસનું અણુસણ સ્વીકાર્યું.
એ અણુસણને અંતે ગૌતમસ્વામી મહાનિર્વાણ પામ્યા.
એમની આત્મત ભગવાન મહાવીર અને અનંત મુક્ત આત્માઓની ન્યાતમાં સદાને માટે ભળી ગઈ.'
ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય ગૌતમસ્વામી તે દિવસે અક્ષર સુખના સ્વામી બની સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા.
રાજગૃહનગરનું ગુણશીલ ઉદ્યાન (વર્તમાન ગુણાયાતી) ગુરુ ગૌતમસ્વામીના અંતિમ સંસ્કારની સ્મૃતિરૂપે રચવામાં આવેલ જળમંદિરથી પવિત્ર તીર્થધામ બની ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org