________________
૧૬૪
ગુરુ ગૌતમસ્વામી - અને ઍ પશ્ચાત્તાપ અને આત્મનિરીક્ષણુના તાપમાં ગૌતમ
મીનાં મેહમાયા-મમતાનાં શેષ બશ્વન પળવારમાં ભસ્મ થઈ બયાં, એમને. આત્મા પૂર્ણ નિર્મળ બની ગયે અને એમના જીવનમાં કેવળજ્ઞાનને દિવ્ય પ્રકાશ વ્યાપી ગયે. - શ્રમણ ભગવાન મહાવીરનું વચન સાચું પડયું.
તથી ત પ્રગટે એમ ભગવાન મહાવીરનું નિર્વાણ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનનું નિમિત્ત બની ગયું. છે . કારતક વદ (ગુજરાતી આસો વદિ અમાવાસ્યાની રાત્રીના પુણ્યપર્વનો છેલ્લે પર ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનથી પ્રકાશમાન થઈ રહ્યો.
બાર અંગસૂત્ર (દ્વાદશાંગી)ના અને ચૌદ પૂર્વના જ્ઞાનના ધારક ગૌતમસ્વામી તે દિવસે સર્વજ્ઞ અને સર્વદશી બન્યા.
ગૌતમસ્વામીના પ્રશાંત મુખ ઉપર મરથ સફળ થયાની પ્રસન્નતાની આભા વિલસી રહી.
વિક્રમ પૂર્વે ૪૭૦મા વર્ષની આ ઘટના.
એ ઘટનાને આજે–વિ. સં. ૨૦૩૦માં–પચીસ વર્ષનાં વહાણું વાઈ ગયાં, છતાં એની યાદ ન ભુલાવા પામી છે, ન ઝાંખી બની છે. - પરદુઃખભંજન રાજા વિક્રમાદિત્યનું નવું વર્ષ ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનની પવિત્ર સ્મૃતિને જગાડતું ઊગે છે.
ભગવાન મહાવીરના મહાનિર્વાણના પુણ્યસ્મરણની સાથે ગુરુ ગૌતમસ્વામીના કેવળજ્ઞાનને પ્રસંગ એકરૂપ બનીને સદાસ્મરણીય બની ગયે.
ધન્ય ભગવાન મહાવીરસ્વામી ! ધન્ય ગુરુ, ગૌતમસ્વામી !
.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org