SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ સફળ મનારથ ૧૬૩ એક જીવની સાધનાના ફળને રોકી શકે, એવું ક્યારેય અન્ય નથી તેમ જ બનવાનું પણ નથી, તેા પછી હજી સુધી મને કેવળજ્ઞાન ન થયું. એમાં ભગવાનને શે દોષ ? એમાં તે મારી પેાતાની જ કોઈ ભૂલ હાવી જોઈએ. • • અને ગૌતમસ્વામી વધુ ને વધુ અંતમુ ખ અનીને વિચારવા લાગ્યા; વીર-વીરનું રટન કરતાં કરતાં પ્રભુના વીતરાગપણાના વિચાર એમના અંતરમાં જાગી ઊઠયા. એમને થયું: ભગવાન તેા નિમ, નીરાગી અને વીતરાગ હતા. રાગ-દ્વેષને દોષ એમને સ્પશી` શુ શકતા ન હતા. આવા જગહિતકારી વીતરાગ પ્રભુ મારું અહિત કરવા મને અ ંતસમયે પેાતાથી અળગા કરે ખરા ? અને જાણે એમના અતરે જ જવાખ આપ્યા : ના....ના....ના, એવું બને જ નહીં ! પ્રભુએ જે કંઈ કર્યું એમાં તે મારુ કેવળ કલ્યાણુ જ હાય ! ગૌતમસ્વામીનુ ચિંતન વધારે ઘેરું બન્યું અને એમને સ્પષ્ટ ભાસ્યું કે પ્રભુ મારા ઉપર મમતા રાખતા હતા એવી મારી માન્યતા જ ભ્રમણાથી ભરેલી છે. મમતા, આસક્તિ, અનુરાગ ષ્ટિ એ બધું તે હું જ પ્રભુ ઉપર રાખી બેઠા હતા. અને આ રાગોષ્ટિ જ મારા કેવળજ્ઞાનને રોકી રહી છે. જ્યાં દ્વેષબુદ્ધિ કે રાગાષ્ટિના થોડાક પણ મળ હોય ત્યાં આત્મસિદ્ધિનું અમૃત પ્રગટ ન થઈ શકે એ વાત તે પ્રભુએ સ્વમુખે જ મને સમજાવી છે, છતાં હુ' પ્રભુની એ શિખામણ વીસરી ગયા અને પ્રભુ ઉપરના અનુરાગમાં રાચતે રહ્યો ! મારી સિદ્ધિને રોકનાર હું પાતે જ છું ! આમાં લેાકાના નાથ ભગવાનના શે. દોષ ? મારી આ રાગદૃષ્ટિને દૂર કરવા માટે જ કરુણાસાગર ભગવાને અંતસમયે મને પેાતાની પાસેથી અળગા કર્યાં અને મારા જીવનને મારી મેળે અજવાળવાના માર્ગે મને બતાવી દીધું. આ પશુ મારા ઉપર ભગવાનના કેવા માટે અનુગ્રહ ! હું અબૂઝ એ સમયે નહીં અને પ્રભુને દોષ દેવાના મહાદોષમાં પડી ગયા ! ક્ષમાશ્રમણ ભગવાન, મારા આ દ્વેષને ક્ષમા કરશે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy