________________
ડાક સવાલ-જવાબ
૧૫૧
કરવાથી તેમ જ એમને અમનેઝ (ખરાબ-અપ્રીય, જેવા પણ ન ગમે એવાં) ખાન-પાન વગેરે આપવાથી જીવ લાંબું પણ દુઃખભર્યું (અશુભ) આયુષ્ય બાંધે છે.
ગૌતમઃ હે ભગવન્! જીવે લાંબું અને શુભ (સુખપૂર્વક ભગવાય એવું આયુષ્ય શાથી બાંધે છે?
ભગવાન ઃ હે ગૌતમ! પ્રાણેની હિંસાથી બચીને, ખોટું નહીં બેલીને તેમ જ શ્રમણ-બ્રાહ્મણની વંદના-ભક્તિ કરવાપૂર્વક એમને મનેઝ (સારા) અને રૂચિકર આહારપાણી વગેરે આપવાથી જીવ શુભ દીર્ઘ આયુષ્ય બાંધે છે.
(“શ્રી ભગવતીસાર, પૃ. પર-પ૩ને આધારે) જેવું કરીએ તેવું પામીએ અને સારા-ખોટા ઈરાદા મુજબ સારું-ખોટું ફળ મેળવીએ, એવા પ્રભુના શાસનમાં પ્રવર્તતા. અદલ ઈન્સાફનાં દર્શન ભગવાનની આ વાણીમાં પણ થાય છે.
(૧૪). જીવોની સંખ્યામાં ફેરફાર થતો નથી ગૌતમઃ ભગવન ! જ વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે?'
મહાવીરઃ હે ગૌતમ! જ વધતા નથી, કે ઘટતા નથી, પણ અવસ્થિત રહે છે.
ગૌતમઃ હે ભગવન્! નૈરયિકે શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે?
મહાવીરઃ હે ગૌતમ! નરયિક વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે. એ પ્રમાણે છેક વૈમાનિક દેવે સુધી જાણવું.
ગૌતમઃ હે ભગવન્! સિદ્ધો વધે છે, ઘટે છે કે અવસ્થિત
મહાવીરઃ હે ગૌતમ! સિદ્ધો વધે છે, અને અવસ્થિત પણ રહે છે, પરંતુ કદી ઘટતા નથી. ' .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org