SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ - - ૧૫૦ - ગુરુ ગૌતમારવામાં ભગવાન: હે ગૌતમ! એને એ દોષ લાગતું નથી, કારણ કે શ્રાવક જે પ્રવૃત્તિ કરે છે તે તેની હિંસા કરવા માટે (હિંસા કરવાના સંકલ્પથી) નથી કરતે. એ જ રીતે વનસ્પતિની હિંસા નહીં કરવાને નિયમ લેનાર પૃથ્વીને ખેદતાં કેઈ વૃક્ષના મૂળને છેદી નાંખે તે પણ એને એ દોષ લાગતું નથી. (“શ્રી ભગવતીસાર', પૃ. ૧૦૮–૯ને આધારે) એક એક પ્રવૃત્તિથી થનાર દેષ-અદેષને વિચાર નિયમની મર્યાદા અને મનનાં પરિણામોની દષ્ટિએ કરવામાં આવે તે જ યથાર્થ નિર્ણય થઈ શકે, એ પાયાની વાત ભગવાનના આ કથન ઉપરથી પણ જાણી શકાય છે. લાંબું, હૂંફ, શુભ, અશુભ આયુષ્ય ગૌતમઃ હે ભગવન્! જીવે ટૂંકુ (શુભ) આયુષ્ય કેવી રીતે બાંધે છે? ભગવાન: હે ગૌતમ! હિંસા વડે, અસત્ય વાણી વડે અને શ્રમણ-બ્રાહ્મણને સજીવ અને ન ખપે એવાં સદોષ આહાર-પાણી વગેરે આપવાથી–એમ ત્રણ કારણથી છવ ટૂંકુ આયુષ્ય મેળવે છે. ગૌતમ: હે ભગવન! છ લાંબું (શુભ) આયુષ્ય શાથી મેળવે છે? ભગવાન: હે ગૌતમ! અહિંસા વડે, સત્ય વડે અને શ્રમણબ્રાહ્મણને નિજીવ અને નિર્દોષ આહાર-પાણી વગેરે પદાર્થો આપવાથી જીવ લાંબું આયુષ્ય પામે છે. - ગૌતમઃ હે ભગવન! જ લાંબું છતાં અશુભ (દુઃખ ભર્યું) આયુષ્ય શા કારણે પામે છે? ભગવાન: હે ગૌતમ! હિંસા કરીને, જૂઠું બોલીને તથા શ્રમણ-બ્રાહ્મણની હીલના, નિંદા, ફજેતી, ગહ અને અવમાનના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy