SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ડાક સવાલ-જવાબ ૧૪૯ * જીવ શાશ્વત કે અશાશ્વત? ગૌતમઃ હે ભગવન ! શાશ્વત છે કે અશાશ્વત? મહાવીરઃ હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ જ શાશ્વત છે; અને પર્યાની અપેક્ષાએ અશાશ્વત છે. (વિવિધ પરિણામોની અપેક્ષાએ જીવ અશાશ્વત છે; કારણ કે એક પરિણામ ઉત્પન્ન થાય છે, અને બીજુ નાશ પામે છે, પરંતુ જીવદ્રવ્ય તે કાયમ રહે છે.) . (“શ્રી ભગવતીસાર', પૃ. ૪૩૫) આ સાવ ટૂંકા પ્રશ્નોત્તરમાં પણ દરેક બાબતને જુદા જુદા દષ્ટિબિંદુથી એટલે કે જુદી જુદી અપેક્ષાએ ચકાસી જોઈને સત્યની વધુમાં વધુ નજીક પહોંચવાની જૈન દર્શને ઉદ્દધેલી અનેકાંત પદ્ધતિને ઉપયોગ થયેલું જોઈ શકાય છે. શ્રાવકની હિંસાની મર્યાદા ગૌતમઃ હે ભગવન્! શ્રમણના ઉપાશ્રયમાં રહીને સામાયિક વ્રત કરનાર શ્રાવકને અર્યાપથિકી (કષાય વગરની, કેવળ શરીરના હલનચલનરૂપ) ક્રિયાનો દોષ લાગે કે સાંપરાયિકી (એટલે કષાયપ્રેરિત) ક્રિયાને દેષ લાગે? ભગવાન: હે ગૌતમ! એને ઐયપથિકી ક્રિયાને નહીં પણ સાંપરાયિકી ક્રિયાને દોષ લાગે, કેમ કે એને આત્મા હજી કષાયનાં સાધને યુક્ત છે. ગૌતમઃ હે ભગવન્! કેઈ શ્રાવકે ત્રસ (જંગમ) જીની હિંસા ન કરવાનું વ્રત લીધું હોય, પણ પૃથ્વીકાય છની હિંસા ન કરવાનું વ્રત ન લીધું હોય. હવે જે એ ગૃહસ્થ પૃથ્વીને ખેદતાં કઈ જંગમ (ત્રસ) જીવની હિંસા કરે, તે તેને પિતાના વ્રતમાં અતિચારને દેષ લાગે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy