________________
- જુ, ગૌતમસ્વામી - જયંતીઃ દક્ષપણું-ઉવમીપણું સારું કે આળસુપણું સારુ?
મહાવીરઃ હે જયંતિ! ધાર્મિક જીવનું ઉદ્યમીપણું સારું; અને અધાર્મિક ઝનું આળસુપણું સારુ. ધાર્મિક જીવે ઉદ્યમી (દક્ષ) હોય, તે આચાર્યાદિની ઘણી સેવા કરે છે, માટે તેઓનું દક્ષપણું સારું છે.
( “શ્રી ભગવતીસાર, પૃ. ૨૨૭) - ધમી જીવનું જાગવાપણું, બળવાનપણું અને ઉદ્યમીપણું અને અધમી જીવનું ઘણશીપણું, અશક્તપણું અને આળસુપણું અન્ય જીવોને લાભકારક કે હાનિનિવારક થઈ પડે છે, એને ભાવ એ છે કે ધમ બનવાનો સાચો માર્ગ ચૂકી જઈએ તે. આવા અવગુણી બની જઈએ.
(૧૦) નાના અને મોટા શરીરવાળા જીવની સમાનતા
ગૌતમ : હે ભગવન્! ખરેખર હાથી અને કુંથ એ બેને જીવ સમાન છે?
મહાવીરઃ હા ગૌતમ! હાથી અને કુંથવાને જીવ સમાન છે. જેમ કેઈ પુરુષ એક દીપકને મોટા ઓરડામાં મૂકે તે તેને પ્રકાશ તે ઓરડા જેટલે થાય છે; વાંસના ટોપલા નીચે મૂકે તે ટોપલા જેટલું થાય છે તથા નાના કુંડા નીચે મૂકે તે કુંડા જેટલો થાય છે, તેમ જીવે જ પિતાનાં કર્મો વડે નાનું અથવા મહું જે શરીર પ્રાપ્ત કર્યું હોય છે, તે આખા શરીરને જીવ પિતાના પ્રદેશથી સચિત્ત કરી દે છે.
(“શ્રી ભગવતીસાર', પૃ. ૩૧૬) વ્યવહારુ દષ્ટિએ ભલે ગમે તે ભેદ હેય પણ તાત્વિક દષ્ટિએ બધા જીવો સમાન છે, એ વિચાર સમતા, અહિંસા અને કરુણા જેવી વૃત્તિઓ અને ધર્મ પ્રવૃત્તિઓને વેગ આપી શકે છે. જૈનધર્મે અહિંસા ઉપર જે ખૂબ ભાર આપે છે, તે મુખ્યત્વે બધા જીવોમાં રહેલી આવી તાત્વિક સમાનતાને કારણે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org