________________
ગુરુ ગૌતમસ્વામી તે ભલભલાં જન્મવૈરીઓનાં વૈર પણ શમી જાય છે. તે પછી આ માનવીના અંતરમાં એ ઠેષભાવ કે વૈરભાવ શાથી જો કે એ, જાણે આગથી બચવા માગતું હોય એમ, આપને જોઈને સત્વર નાસી ગયે ?” - સર્વજ્ઞાની પ્રભુએ મિત કરીને ખુલાસે કેઃ “સંસારના રંગ અને ભાવ તે આવા જ હોય છે, ગૌતમ! શાંત અને શીતળ લાગતા સમુદ્રના કોઈ અજાણ્યા-અગેચર પેટાળમાં વડવાનળ છુપાઈ રહે છે, એમ ઉપર ઉપરથી શાંત લાગતા આત્માનાં જુગજુગજુનાં પડ-પોપડાં નીચે રાગ-દ્વેષ અને વેર-ઝેરનાં કંઈક ભેરીંગે સંતાયેલા હોય છે, જે સમય પાકતાં પોતાનું માથું ઊંચકે છે અને પોતાને પરચે આપે છે.”
ગુરુ ગૌતમ એકચિત્તે, ઉસુક્તાથી પ્રભુવાણીના અમૃતને. અંતરમાં ઝીલી રહ્યાં.
આજના પ્રસંગને ભેદ સમજાવતાં નિર્ગથ ભગવાને કહ્યું : ગૌતમ! આ હાલિક મને જોઈને નાસી ગયે એમાં એને દેષ નથી. જીવમાત્ર પૂર્વકર્મને અને પૂર્વનાં વૈર-ઝેરને વશ હોય છે, અને એ નચાવે એમ નાચતે રહે છે. જગતના કાર્યકારણભાવના સંબંધે અફર અને અજબ હેય છે, અને કેઈ પણ માનવી એના પરચાથી બચી શકતું નથી. હાલિકની આ વૈરકથા પણ જુગજુગજૂની છે. પહેલાં જ્યારે હું ત્રિપૃષ્ઠ વાસુદેવ હતું, એ વખતે આ હાલિકને જીવ જંગલને રાજા ગુફાવાસી સિંહ હતું, અને તું મારે સારથિ હતે. સિંહની રંજાડમાંથી પ્રજાને બચાવવા મેં મારા બળ, વીર્ય અને પરાક્રમથી એ જોરાવર સિંહ સાથે હાથે હાથનું યુદ્ધ ખેલીને એને, વસ્ત્રની જેમ, ચીરી નાખે હતે. તરફડત સિંહ શરીરની અને મનની અસહ્ય વેદના અનુભવી રહ્યો. એને થયું કે મારા જેવા જંગલના રાજાનું એક પામર નિઃશસ્ત્ર માનવીના હાથે આવું કમાત ! અને એને મારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org