SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વરના પડછાયા ૯૭ તરફ તીવ્ર દ્વેષભાવ અને વૈરભાવ બંધાઈ ગયે. એ વખતે મૃત્યુમાં તરફડતા એ સિંહને તે મમતાપૂર્વક ધર્મવાણી સંભળાવીને સમતાથી આશ્વાસન આપ્યું કે જેના હાથે તારું મૃત્યુ થયું છે એ પણ માનવામાં મહારાજા જેવું છે. એ સિંહના એ ઘેરા વૈરભાવનાં ફળ મારે મારા આ છેલ્લા જન્મમાં જ બે વાર ભેગવવાં પડ્યાં. મેં સંસારનો ત્યાગ કરી મારી સાધના શરૂ કરી એ જ વર્ષમાં મારે ગંગાનદી ઓળંગવાની હતી. હું એક નાવમાં બેઠે. એ વખતે પેલે સિંહ દેવલોકમાં સુદંષ્ટ્ર નામે નાગકુમારરૂપે જન્મ્યા હતા. એને મારા તરફનું પૂર્વ સાંભરી આવ્યું અને એણે નદીમાં ભયંકર ઝંઝાવાત ઊભું કરીને નાવને ડુબાડી દેવાને પ્રયત્ન કર્યો. એ તેફાનમાંથી એ નાવ તે ઊગરી ગયું, પણ એ નાગકુમારના અંતરમાંથી વૈરને અગ્નિ શાંત ન થ. એ દેવ મરીને આ ખેડૂતરૂપે જન્મે. મને જોઈને એની વરભાવની જૂની વાસના ફરી જાગી ઊઠી, અને એ પિતાનો મુનિવેષ તને પાછા આપીને નાસી ગયે. ગૌતમ ! આવા હોય છે પૂર્વ વૈરના પડછાયા અને એનાં કડવાં ઝેરી ફળ! વીતરાગભાવ એ જ એનું સાચું મારણ છે.” ગૌતમ વાતને મર્મ પામ્યા, સંસારના ઘણું ઘણું ચિત્રવિચિત્ર ભાવેને વધુ સમજ્યા અને વીતરાગ પ્રભુની વાણીને અભિનંદી રહ્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy