________________
ગુરુ ગૌતમસ્વામી વસી ગઈ અને એ ગૌતમસ્વામીને શિષ્ય બનીને શ્રમણુધર્મને ભિક્ષુ બની ગયે.
ગૌતમસ્વામી એક જીવનું કલ્યાણ કર્યાની પ્રસન્નતા અનુભવી રહ્યા.
ગુરુ ગૌતમ અને શિષ્ય હાલિક ત્યાંથી રવાના થયા. માર્ગમાં હાલિકે વિનયપૂર્વક પ્રશ્ન પૂછે : “ભગવાન! હવે આપણે ક્યાં જઈ રહ્યા છીએ?”
ગૌતમસ્વામીએ સહજ ભાવે કહ્યું: “આપણે મારા ગુરુ પાસે જઈશું.”
ભેળો ખેડૂત વિમાસણમાં પડી ગયે; એણે પૂછયું : “શું આપના પણ કેઈ ગુરુ છે?”
ગૌતમસ્વામી : “હા”. હાલિકઃ “આપના ગુરુ કોણ છે?”
ગૌતમસ્વામીઃ “સર્વજ્ઞ, તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર મારા ગુરુ છે.”
હાલિક અહેભાવ અનુભવી રહ્યોઃ મારા ગુરુ આવા મેટા જ્ઞાની છે, તે મારા ગુરુના ગુરુ તે વળી કેવા મેટા અને કેવા જ્ઞાની હશે !
ભેળે ખેડૂત ભગવાનના–પિતાના દાદાગુરુનાં-દર્શનની તાલાવેલી અનુભવી રહ્યો ઃ ક્યારે ત્યાં પહોંચે અને કયારે એમનાં દર્શન પામું !
દર્શનની ઉત્સુક્તામાં નાનો માર્ગ એને લાંબે લાગે!
આગળ ગૌતમસ્વામી છે અને પાછળ હાલિક મુનિ ચાલ્યા આવે છે. ચાલતાં ચાલતાં તેઓ પ્રભુ મહાવીરની નજીક આવી પહોંચ્યા. હાલિક મુનિ પળવાર પ્રભુદર્શનની પિતાની ઝંખના પૂરી થયાને હર્ષાશ અનુભવી રહ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org