________________
૧૮ પૂર્વવેરના પડછાયા
નાનું સરખું એક ગામ. એમાં એક ખેડૂત રહે. એ ખેતી કરે અને પેટ ભરે. હળ ચલાવવાને એને ધંધે. લોકે એને હાલિક નામથી લાવે. હળ હાંકે એ હાલિક. " એક વાર શ્રમણ ભગવાન મહાવીર એ ગામમાં પધારતા હતા... એમણે જોયું કે પેલે ખેડૂત એના બળદ ઉપર સિતમ ગુજારી રહ્યો છે. થાકેલા બળદો ચાલવાની ના પાડે છે, તે એ એમને. લાકડીને માર મારે છે અને એની કાયામાં આર ભેંકીને એમની પાસેથી બળજબરીથી કામ લે છે. ભગવાન જાણતા હતા કેખેડૂતને જીવ સરળ છે અને પિતાની લાચારીને કારણે બળદેને માર મારે છે.
પ્રભુએ અવસર જોઈને ગૌતમને એ ખેડૂતને ધર્મ સમજાવવા મોકલ્યા.
ગૌતમ હાલિક પાસે ગયા.
શાંતિ અને સમતાથી શોભતા એ સંતપુરુષને જોઈને હાલિક રાજી રાજી થઈ ગયે અને પિતાનું કામ છોડીને સંતના ચરણે બેસી ગયે.
ગૌતમસ્વામીએ એને ધર્મ અને કર્મને ભેદ સમજાવ્યું, અને પોતાના આત્માનું કલ્યાણ કરવા ધર્મનું શરણ સ્વીકારવાને ઉપદેશ આપે.
ગૌતમસ્વામીની સરળ વાણી ભલા-ભેળા હાલિકના અંતરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org