________________
ઉદયરત
[૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૫ સરસ કથી રસ કેલવું, પામી તાસ પસાય. સંબંધ જ બુસ્વામીને, કથાબંધ કિલ્લોલ, ચિત્ત શું શ્રવણે ચાખતાં, અભિનવ અમૃતલ. ભરયૌવન માંહે ભામિની, આઠ તજી મદ મોડિ, જિણિ સોનીયા સામટા, તજ્યા નવાણું કેડિ. સહમ સાંમિ સમીપ જિણે, સંયમ લીંધ સુન્નણ, ચાખું ચારિત્ર પાલીનિં, પામ્યો પંચમ નાંણ. કર્મ આઠે ક્ષય કરી, પાસ્યા પદ નિર્વાણ, તાસ ચરીત્ર સુણતાં સદા, ભાજિ ભવબંધાણ. કિણ વિધિ સંયમ આદર્યો, માતપિતા કુણ ગામ,
કવી ચતુરાઈ કેલવી, રાસ રચું અભિરામ. અત – ઢાલ ૬૬. રાગ ધન્યાસી. શાલિભદ્રધન્નો ઋષિરાયા એ દેશી..
જંબુસ્વામી તણું ગુણ ગાયા, સંઘ તણિ સુપસાયાજી, તપ જપે જપ કરી કસિ જેણિ કાયા, કેવલનાંણ ઉપાયાછે. ધર્મ આરાધિ કર્મ ષપાયા, મન શું મૂકી માયાજી, કર જોડી પ્રણમું સુરરાયા, શાશ્વત શિવસુખ પાયાજી. જંબુસ્વામીનું ચરિત્ર નિહાલી, દૂષણ દૂરિ ટાલીજી, ઘટતા ઘટતો અથ સંભાલી, વારૂ વાત રસાલી જી. ચરિત્ર તણે સંબંધ મિં ભાલી, રચના કરી રઢીયાલીજી, એ ચપાઈ રચી સાલી, દુર્મતિ દૂરિ ટાલી જી. કવિકેલવણ કરી મેલવણ, અધિકું છું આપ્યું, રચનાનિ રસિં નઈ પરવસિં, હિંગલ ડોલી નાંખ્યુંછે. ચતુરવિધ સંઘ તણું તે સાષિ, મિચ્છામિ દુકડ દાગ્યુંછ, હવ્યકવ્યની વાત ન જાણું, મતિ અનુસારિ ભાખ્યું છે. શુદ્ધાશુદ્ધ સંબંધ વિચારી, સુધો જન શોધિ યોજી, મંદ કવિ હું કાંઈ ન જાણું, મુઝ દૂષણ ન દે છે. મદ મેડી કહું છું કર જોડી, અપરાધ માહરે જમજી,
તાજન એ સુણી પઈ, ઉપશમરસમાં રમો. નવરસ સરસ સંબંધ મનોહર, એ મે રાસ બનાયાજી, ચતુર તણિ કરિ ચડચ્ચે એ તવ, લહિસ્ય એ મૂલ સવાયા. ૯ સમકતિનું ફલ માગી લીજિં, જખું પ્રતિ કર જોડીજી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org