________________
અઢારમી સદી [૭૭]
ઉદયરત્ન કરી શકતા હતા અને બીજ તેને જોઈ શકતા હતા. ખેડામાં ત્રણ નદીની વચમાં કાઉસગ્ગ રચાર માસ સુધી અખંડ કર્યો તેથી ત્યાં બેટડું થઈ ગયું. તેનાથી પ૦૦ ભાવસાર – વૈષ્ણવ આદિ જૈન થઈ ગયા તેમણે સોજીત્રામાં પટેલનાં ઘરે છે તેમને જૈન બનાવ્યા હતા.
ખેડાનો રત્નો નામનો ભાવસાર કવિ ઉદયરત્ન પાસે શીખેલ છે, (જુઓ કાવ્યદોહનમાં) કે જે રત્નાએ સં.૧૭૯૫માં વિરહના બારમાસ, શંગારનાં પદ રચ્યાં છે. હાલ ખેડામાં શાંતિનાથના દેરા પાસે ભંડાર છે. તેમની પરંપરાના હાલ સુમતિ રત્ન ગોરજી જેવા, ખેડામાં હમણાં જ સ્વગ
સ્થ થયા છે. (આટલું બુદ્ધિસાગર મહારાજ મુંબઈમાં હતા ત્યારે તેમની પાસેથી સાંભળી લખ્યું છે.)
તેમણે ૧૭૮૯ ચૈત્ર સુદ ૧૨ શત્રુંજયની યાત્રા કરી હતી.
ઉદયરને પિતાની ગુરુપરંપરામાં થયેલા આચાર્યો માટે ટૂંકી ભાસ રચી છે તે મુનિ માણેકના એક ચોપડામાંથી શેઠ જીવણચંદ સાકરચંદ દ્વારા મળી છે તેમાંથી સારભૂત હકીકત નીચે પ્રમાણે છે :
હીરરત્નસૂરિ – સીથામાં જન્મ. એસવાલ નાતમાં પિતા જસવીર, માતા ખીમાદે. તેમની સ્થાપના શ્રીપુરની વાડીમાં છે.
રત્નસૂરિ – શ્રીમાલી, માતા હીરાદે, પિતા હીરજી, જન્મ કંબઈમાં.
ભાવરનસૂરિ – પોરવાડ જ્ઞાતિમાં પિતા સાહ દેવરાજ ને માતા નવરંગદે, ગઢ ગામમાં જન્મ. તપગચ્છના નાયક હીરરત્નસૂરિ છે.
દાનરત્નસૂરિ–ઓસવાલ દૂગડગોત્ર, દુગેલીમાં મહેતા કમસિંઘ એ પિતા, અને આણંદબાઈ માતા. નાગોરમાં જન્મ. ભાવનસૂરિની પાટે. (૩૫૮૫) જંબુસ્વામી રાસ ૬૬ ઢાળ ર.સં.૧૭૪૯ બીજ ભાદ્ર.શુ.૧૩
ખેડા હરિયાલા ગામમાં
દૂહા. પરમ જ્યોતિ પરકાસકર, પરમ પુરૂષ પરબ્રહ્મ, ચિદ્રરૂપી ચિત્ત માંહિ ધરૂં, અકલ સ્વરૂપ અંગમ્ય. સકલ સિદ્ધિ સાંનિધ કર, ત્રિભુવનતિલક સમાન, સિદ્ધારથકુલિ કેશરી, વંદુ શ્રી વદ્ધમાન. નીરજ અંગજ નંદિની, નિત મુખિ જેહનો વાસ, હસાસણિ હરષિ કરી, ત્રિવિધેિ પ્રણમું તા. જગઉપગારી જગગુરૂ, શ્રી હીરરત્ન સૂરીરાય,
આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org