________________
જ્ઞાનસાગર-ઉદયસાગરસૂરિ [૩૨] જૈન ગૂર્જર કવિઓ: ૫
અચલગચ્છ અધિપતિ, વિધાસિંધુ સુરિંદ; પદપંકજ તે ગુરૂ તણું, પ્રણમ્યા પરમાણુંદ. સદગુરૂના સુપસાયથી, પૂજન અધિકાર;
ગુણવર્મા રાજા તણે, રાસ રચું સુવિચાર. અંત - હાલ ૧૫. દીઠે દીઠો રે વામકે નંદન દીઠે -એ દેશી
પાયે પાયો રે ભલે મેં જિનશાસન પા. સ્યાદવાદ અનંત નયાત્મક આગમ મુઝ મન ભાયો રે - ભલે મેં. ૧ ધનધન વિધિપક્ષગછપરંપરા, આર્ય રક્ષિત સૂરિરાય; ક્રિયાઉદ્ધાર કરી કયું શાસન, ઉજ્વલ નિર્મોહી નિર્માય -
ભલે મેં જિનશાસન પાયો. ૨ શ્રી જયસિંહ પાટે તે પણ તસ પ્રતિરૂપ, . વાદ કરી દિગપટ્ટને જીત્યા, પ્રતિ જયસિંહ ભૂપ રે. ભલે. ૩ સાત કટિ ગ્રંથ મુખે જેહને, કીધા શ્રાવકવૃંદ; તસ પાટે ધમધોષ સૂરીસર, જસ નમે બહુ નરિંદ રે. ભલે. ૪ જસ ઉપદેશે વિમલ મંત્રીસર, ત્રીજે તીથ નિપાયો, અબુદાચલ ઉપર હરખે, જિનપ્રસાદ કરીયે રે. ભલે. ૫ સુવર્ણ પ્રમાણે પૃથવીવલમાં, વિહાર કર્યા મનરંગે, ગુરૂ પ્રસાદે છે નામ જ રાખ્યો જિનશાસનપ્રસંગે રે. ભલે. તસ પટ્ટ ઉદયાચલ દિનકર, શ્રી ગુરૂ મહેદ્રસિંહ સૂરિશિરોમણિ સિંહપ્રભ ગુરૂ, તસ પટે અજિતસિંહ રે. ભલે. ૭ શ્રી દેવેદ્રસિંહ સૂરીસર, ધમપ્રભ સૂરદ; સિંહતિલક ગુરૂ ગચ્છપતિ સોહતાં, મહેદ્રપ્રભ મુનીંદ રે. ૮ ગણનાયક મેરૂતુંગ સરીસર, જસ મહિમા અત્યંત; નાગર વાણિયા શ્રાવક કીધા, પ્રણમત સુર મુનિ સંત રે. ૮ તસ પટ ગણાંગણ શશિ સરિખા, સૂરિ શ્રી જયકીર્તિ; શ્રી જયકેશરસૂરિ સુખાકર, અદ્ભુત ધર્મની મૂર્તિ રે. ૧૦ શ્રી સિદ્ધાંતસાગર મુનિપતિ, જાણે જૈન સિદ્ધાંત; ભાવસાગર ગુરૂ ભવતારણ ભણુ, અદ્ભુત નાવ મત રે. ૧૧ જ્ઞાનાદિક ગુણમણિરહણ સમ, ગુણનિધાન ગુરૂરાજ; મહાવ્રત પાલી નિજ અજુઆલી, સાયં આતમકાજ રે. ૧૨ તસ પટ ઉદયાચલ વાસરમણિ, ધમભૂતિ સરદ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org