________________
અઢારમી સદી
[૩૧૩]
જિનેન્દ્રસાગર જગમાં શાંતિ થઈ તિણ સાટે, નામ ઠવ્યું પ્રભુનું તીણ માટે
શ્રી શાંતિ જિનેશ્વરૂજી. ૧ અંત – તપગચ્છનાયક વંદીએ રે, વિજયક્ષમા સૂરિરાય,
કાંતિસાગર પંડિત વરૂ રે, તાસ તણે સુપસાય, તાસ તણે સુપરસાય કહાયા, સમર્થ શાંતિ જિનેશ્વર ધ્યાયા, જસવંતસાગર પંડિતરાયા, શિષ્ય જિનેશ્વર સાગર ગુણ ગાયા.
શ્રી. ૨૬ [હેજેસાસૂચિ ભા.૧ (પૃ.૫૧૯).]
પ્રકાશિતઃ ૧. શામજી માસ્તરના “સજજન સન્મિત્ર'માં પૃ.૫૮૧૫૮૫ (૩૮૭૨) વિજયક્ષમાસૂરિને શલેકે (.)
ટૂંક સાર-મરુધર(મારવાડ)માં અજિતસિંહના રાજ્યમાં પાલી નામના ગામમાં વણિક ચતુરજી મહેતાને ચતુરંગદે નામની સ્ત્રી હતી. અનેક ઉપાય કર્યા પણ પુત્ર ન થયો. કુલદેવીને સમરતાં તેણે સુતનો વર આપ્યો. સ્વપ્નમાં માતાને ગણપતિ જેવામાં આવતાં તેના ફલ તરીકે પુત્ર થશે તે ગણને પતિ એટલે આચાર્ય બનશે એમ નક્કી કર્યું. શ્રવણ નક્ષત્રમાં પુત્ર જન્મ્યો. નામ ખિમસી આપ્યું. પાંચ વર્ષે નિશાળે મોકલ્યો. તે દેશમાં વિહાર કરતા વિજયનસૂરિ આવતાં તેમને પ્રવેશ મહોત્સવ ગામમાં કર્યો. સૂરિએ બાળકને નીરખતાં ભાગ્યવાન લાગતાં તેના પિતામાતા પાસે તેની માગણી કરી, ને જણાવ્યું કે અમે તેને પદવી આપીશું. માતાએ હા ભણી, પછી પુત્રને સોંપ્યો. ખિમસી સાધુ થઈ તેનું નામ ક્ષમાવિજય સ્થાપ્યું. અભ્યાસ કર્યો. સં.૧૭૭૩માં ભાદવા શુદિ ૮ને દિને પિતાનું આચાર્યપદ આપ્યું. દેવવિજય, લબ્ધિવિજયને ઉપાધ્યાયપદ આપ્યું. ત્યાંના હરજી મહેતાએ જેશી બોલાવી પાટમહોત્સવનો દિન મહા શુદ ૬ને નક્કી કર્યો. સંઘે કંકોતરી લખી જુદાજુદા સંઘના આગેવાનોને બોલાવ્યા. ન્યાનજી શાહ, હરજી મહેતા, ભાણજી શાહ, કલ્યાણદાસ મહેતા અને શ્રાવિકા મતિબાઈએ તેનો ઉત્સવ કર્યો. આ પાટોત્સવને દિને પ્રધાનપદ પર સ્થાપ્યા, ત્રણસેંને પંન્યાસની પદવી આપી. ત્યાં ગપતિએ ચોમાસું કર્યું, પછી ઉદેપુર કયુ. પછી મરુધરમાં આવતાં અજિતસિંહ રાણાએ વંદન કર્યું. આદિ સરસતિ સમિણિ પાએઝ લાગું, અમિય સમણિ વાણિજિ માગું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org