SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ દેવચંદ્રગણિ [૨૩] જૈન ગૂર્જર કવિએ : પ વાણુમાં ઢૂંઢક શ્રાવકને ઝૂઝવ્યા. દેવચંદ્રજીના શિષ્ય મનરૂપજી અને તર્ક શાસ્ત્રના અભ્યાસી વિજયચંદ હતા. સ’.૧૮૧૨માં ગુરુ રાજનગર આવ્યા. ગચ્છનાયકને તેડાવી મહેાવ કર્યા. દેવચંદ્રજીને ગચ્છપતિએ વાચકપદ આપ્યું. દેવચંદ્રજી ઉત્તમ વ્યાખ્યાન તત્ત્વજ્ઞાનમય આપતા હતા. તેમણે શ્વેતાંબરીય હરિભદ્રસૂરિ તથા યશે.વિજય-વાચક-કૃત ત્ર^થાના અભ્યાસ કરવા ઉપરાંત દિગંબરીય શાસ્ત્ર ગામટ્ઠસારાદિ વાંચ્યાં હતાં અને ગુજરાત ઉપરાંત મુલતાન અને વિકાનેરમાં પણ ચામાસાં કર્યાં હતાં. તેમણે નવા ગ્રંથ ટીકા સહિત કર્યા તેનાં નામ દેશનાસાર (અપ્રકટ), નયચક્ર, જ્ઞાનસાર અષ્ટકની (સ.માં) ટીકા, કર્મંત્રથ પર ટીકા વગેરે. આ દેવચંદ્ર રાજનગરમાં દોશીવાડામાં બિરાજતા હતા ત્યાં એક દિન વાયુપ્રાપથી વમનાદિક વ્યાધિ થતાં તેમણે નિજ શિષ્યાને ખેાલાવી રૂડી શિક્ષા આપી. શિષ્યોમાં મુખ્ય મનરૂપજી ને તેના શિષ્ય રાયચંદજી, વળા ખીન્દ્ર શિષ્ય વિજયચંદજી ને તેના શિષ્ય રૂપચંદજી, તેમજ સભાચંદજી વગેરે હાજર હતા. સૂરિજીની આજ્ઞા વહેજો, સમયાનુસારે વિચરજો, પગ પ્રમાણે સાડ તાણી સંધની આજ્ઞા ધારો' – આમ ઉપદેશ શિષ્યાને આપી દશવૈકાલિક ઉત્તરાધ્યયનનાં અધ્યયન સાંભળતાં અહિં તનું ધ્યાન ધરતાં સં.૧૮૧૨ ભાદ્રપદ અમાવાસ્યાને દિને રાત એક પ્રહર જતાં દેવચદ્રજી દેવગતિ પામ્યા. પાછળ ઉત્સવથી માંડવી કરી ઘણું દ્રવ્ય દાનાથે ખી સર્વ શ્રાવકાએ મળી શબને દાંહ દીધા. - કર્તા કહે છે કે તે આસનસિદ્ધ હતા અને અનુમાને સાતઆઠ ભવ કરીને મેાક્ષે જરો; તથા તેમના મસ્તકમાં મણિ હતા, પણ હાથ આવ્યુ નહીં. મહાજને કાસ્થળે સ્તૂપ કરાવી પાદુકા પ્રતિતિ કરી ત્યાર પછી થૈાડા દિવસે મનરૂપજી સ્વસ્થ થયા. તેમના શિષ્ય રાયચંદજી રહ્યા કે જે ગુરુ પ્રમાણે વન રાખી ગુરુનું ધ્યાન ધરતા હતા. તેમણે કર્તાને ગુરુની સ્તવના કરવા કહ્યું તેથી આ સં.૧૮૨૫ આસે શુક્ર ૮ રવિવાસરે ‘ દેવવિલાસ રાસ' રચી પૂર્ગુ કર્યા. દેવચંદ્રજીમાં ૨૨ ગુણ હતા તે કર્તાએ આરંભમાં જણાવ્યા છે તે નોંધવા લાયક છેઃ ૧ સત્યવક્તા ૨ બુદ્ધિમાન્ ૩ જ્ઞાતવંત ૪ શાસ્ત્રધ્ધાની ૫ નિષ્કપટી ૬ અક્રોધી ૭ નિર ંકારી ૮ સૂનિપુણ (આગમ, કર્મગ્રંથ, કર્મપ્રકૃતિ આદિમાં નિષ્ણાત) ૯ અન્ય સકલ શાસ્ત્રના પારગામી (અલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy