________________
1
.
*
અઢારમી સદી
[૨૫]
દેવચંદ્રગણિ મહાજને તે સિદ્ધાચલ પર કારખાનું મંડાવ્યું. સં.૧૭૮૧, ૧૭૮૨ અને ૧૭૮૩માં કારીગરે પાસે કામ કરાવી શત્રુંજયને મહિમા વધાર્યો. પછી ગુરુ રાજનગર (અમદાવાદ) આવ્યા, ત્યાંથી સુરત આવ્યા ને સં૧૭૮૫, ૧૭૮૬ અને ૧૭૮૭માં પાલીતાણામાં પ્રતિષ્ઠા કરી. પછી ફરી રાજનગર આવી ચાતુર્માસ રહ્યા. સં.૧૭૮૮માં આષાઢ શુદિ ૨ ને દિને દીપચંદ્રજી પાઠક સ્વર્ગે પધાર્યા. દેવચંદ્રજી (ખરતરગચ્છના) પાસે તપગચ્છના વિવેકવિજય મુનિ ભણ્યા.
અમદાવાદમાં રન ભંડારી સૂબો હતા તેનો ઇષ્ટ પ્રિય શેઠ આણંદરામ દેવચંદ્રજી પાસે આવી ધર્મચર્ચા કરતા હતા. તેને ગુરુએ ચર્ચામાં છો. આણંદરામે ગુરુની પ્રશંસા કરતાં રત્નસિંહ ભંડારીએ ગુરુ પાસે વંદના કરી ત્યાર પછી ત્યાં મૃગી ઉપદ્રવ – રોગચાળો ચાલ્યો, તે ભંડારીની અને મહાજનની વિનતિથી ગુરુએ શમાવ્યો. ત્યાર પછી રણકુંજીએ સૈન્ય લાવી ભંડારી સાથે યુદ્ધને પડકાર કર્યો. ગુરુએ બેફિકર રહેવા ભંડારીજીને કહ્યું. યુદ્ધમાં ભંડારી છો. છેલકાવાસી જ્યચંદ શેઠે એક વિષ્ણુયોગીને ગુરુ પાસે આ તેને ગુરુએ જેન બનાવ્યો.
સં.૧૭૬૫માં પાલીતાણું અને સં.૧૭૯૬માં નવાનગર ગુરુ રહ્યા ને ત્યાં ઢંઢકને જીત્યા. નવાનગરમાં ચા ઢું ઢકે લેપ્યાં હતાં ને પૂજા બંધ થઈ હતી તેનું નિવારણ કરી ફરી સ્થાપ્યાં. ત્યાંથી પડધરીમાં ત્યાંના ઠાકુરને પ્રતિબોધ્યું. ત્યાંથી ફરી પાલીતાણે અને ફરી નવાનગરમાં ગયા. પછી સં.૧૮૦૨-૧૮૦૩માં રાણાવાવ રહ્યા. ત્યાંના અધીશ(રાણા)ને ભગંદર રોગ હતા તે ગુરુએ ટાળ્યો. સં.૧૮૦૪માં ભાવનગર આવી ઢંઢક મેતા ઠાકુરસીને મૂર્તિપૂજક કર્યો અને ત્યાંના રાજાને જૈન ધર્મ પ્રત્યે પ્રીતિવાન બનાવ્યું. ત્યાંથી તે જ વર્ષમાં પાલીતાણું જઈ ત્યાં મૃગી નામનો રોગચાળ દૂર કર્યો. સં.૧૮૦૫ અને ૧૮૦૬માં લીંબડી રહી ત્યાંના આગેવાન શેઠોને શાસ્ત્રાભ્યાસ કરાશે. લીંબડી, ધ્રાંગધ્રા અને ચૂડા એમ ત્રણ સ્થળે બિંબપ્રતિષ્ઠા કરાવી. ધ્રાંગધ્રામાં સુખાનંદજી મળ્યા હતા. સં.૧૮૦૮માં ગુજરાતથી શત્રુંજય સંઘ કઢાવ્યો અને શત્રુંજયમાં બહુ દ્રવ્ય ખર્ચાવી પૂજાઅર્ચા કરાવી. સં.૧૮૦૯ અને ૧૮૧૦માં ગુજરાતમાં
ભાસાં ગાળ્યાં. સં.૧૮૧૧માં કચરા શાહે શત્રુંજયનો સંઘ કાઢો તે સાથે દેવચંદ્રજી પધાર્યા અને શત્રુંજય પર સાઠ હજાર દ્રવ્ય ખરચી જિનબિબની પ્રતિષ્ઠા કરી. સં.૧૮૧૧માં લીંબડીમાં પ્રતિષ્ઠા કરી, અને વઢ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org