SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ દેવચંદ્રગણિ [૩૪] જૈન ગૂર્જર કવિઓ: ૫ દેવચં કે બેલાડુ ગામમાં રષ્ય વેણુતટે ભૂમિગૃહમાં યથાર્થ કરતાં સરસ્વતીએ પ્રસન્ન થઈ રસનામાં વાસ કર્યો. શાસ્ત્રાભ્યાસ શરૂ કર્યો. પડાવશ્યક સૂત્ર, અન્ય દશનનાં શાસ્ત્ર, પંચકાવ્ય – નૈષધકાવ્યાદિ, નાટક, જ્યોતિષ, ૧૮ કષ, કૌમુદી મહાભાષ્યાદિ, વ્યાકરણ, પિંગળ, સ્વરોદય, તત્ત્વાર્થસૂત્ર, આવશ્યક બહવૃત્તિ, વિશેષાવશ્યક, હરિભદ્રસૂરિ, હેમાચાર્ય અને યશેવિજયજીના ચેલા ગ્રંથે, છ કમ ગ્રંથ – કમપ્રકૃતિ આદિ અનેક શાસ્ત્રોની જૈન આમ્નાયથી સુગંધ લઈ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મેળવ્યું. સં.૧૭૭૪માં રાજસાગર વાચક દેવલેકે ગયા. સં.૧૭૭૫માં જ્ઞાનધર્મ પાઠક સ્વસ્થ થયા. દેવચંદ્ર વિમલદાસની બે પુત્રી નામે માઈજી અને અમાઈ માટે આગમસાર” નામને ગદ્યમાં ગ્રંથ રચ્યું. તેઓ સં.૧૭૭૭માં ગુજરાત આવી પાટણમાં પધાર્યા. ત્યાં પૂર્ણિમાગ૭ના શ્રાવક નગરશેઠ શ્રીમાલીવંશીય તજી દોશીએ પૂણિમાગના ભાવપ્રભસૂરિના ઉપદેશથી સહસ્ત્રકૂટ જિનબિંબ ભરાવ્યાં. દેવચંદે તેમને ત્યાં જતાં શેઠને પૂછયું કે સહસ્ત્રકૂટના જિનબિંબ ભરાવ્યાં તો તે સહસ્ત્રકૂટના ૧૦૨૪ જિનનાં નામ ગુરુમુખે કદી ધાર્યા છે? શેઠે અજોણપણું બતાવ્યું. એ અવસરે સંવેગી જ્ઞાનવિમલસૂરિ (જુઓ નં.૯૬૧ ભા.૪ પૃ.૩૮૨) હતા તેની પાસે જઈ શેઠે સહસ્ત્રકૂટનાં નામ પૂછયાં ત્યારે અવસરે જણાવશું એમ તેમણે કહ્યું. એક વખત પાટણમાં શાહની પોળમાં ચોમુખ વાડી પાર્શ્વનાથના મંદિરમાં સત્તરભેદી પૂજ ને સ્તવના થતી હતી ત્યાં જ્ઞાનવિમલસૂરિ આવ્યા. સહસ્ત્ર નામ જ્ઞાનવિમલસૂરિને પૂછતાં તેમણે જણાવ્યું કે પ્રાયઃ શાસ્ત્રમાં સહસ્ત્રકૂટનાં નામો નથી. કોઈ શાસ્ત્ર કદાચિત હેય. ત્યાં દેવચંદ્રજીએ પ્રતિરોધ કર્યો અને છેવટે પોતે સહસ્ત્ર નામો બતાવી. આપ્યાં. આથી બંને મુનિઓ વચ્ચે પ્રીતિ જાગી. રાજસાગરના શિષ્યની ખ્યાતિ થઈ અને તે દેવચંદે પછી ભવ્ય પ્રતિષ્ઠા અને નવાનવા ઓચ્છવ, ર્યા અને ક્રિોદ્ધાર કર્યો. તેમાં અપરિગ્રહ પર બહુ ભાર મૂક્યો. સત્ય પ્રભુમાગમાં મૂચ્છ તછે. સં.૧૭૮૭(?)માં અમદાવાદ આવી નાગોરી સરાહમાં ઊતર્યા ને ભગવતી સૂત્રની વાચના કરી. ત્યાં ટૂંક માણેકલાલને મૂર્તિપૂજક કર્યો. નવું સત્ય કરાવી તેમાં પ્રતિમા સ્થાપી. ત્યાં શાંતિનાથની પોળમાં સહસ્ત્રફણા બિંબ સ્થાપ્યું. સહસ્ત્રકૂટ જિનબિંબની પ્રતિષ્ઠા કરી. સં.૧૭૭૯માં ખંભાત, ચાતુર્માસ કર્યું. પછી શત્રુંજય પર નવાં ચૈત્ય કરાવી જીર્ણોદ્ધાર કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001034
Book TitleJain Gurjar Kavio Part 05
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy