________________
અઢારમી સદી [૧૧]
તેજપાલ. ૧૭૩૫ નભ(ભાદરવા) ૧૩ રવિ અહમદપુરમાં. આદિ
આસા રાગે દૂહા. પ્રેમ ધરી પ્રણમું પ્રભૂ, આદીશ્વર અરિહંત, શ્રી સારદ મુઝનઈ સદા, આપ બુદ્ધિ એકત. દાન શીલ તપ દાખીયા, ભાવસહીત ભલ ભાય, સરીખા છઈ તઈ પણિ સુણે, દાન સદા સુખદાય. અન્નદાને જગિ અધિકતર, કીતિ કરઈ કલ્લોલ,
તંબા તુરી વસુ સ્ત્રીય થકી અને સુદાન અમોલ. અંત - ગુજરાતિ સેંકાગછિ ગાજતો, પ્રભુ તેજસિંઘ હે ગણિ અધિક
પ્રતાપ. દિનદિન શ્રી ગુરૂ દિલ સૂધઈ સહી સમરઈ હે તસ નાસઈ સંતાય.૪૭૨ ગુણનિધિ ગિરયા શ્રી ગુરૂ પૂજ્ય ઇદ્રજી હો સદા પૂજય પવીત્ર, અનુચર તેજ કહઈ ઈમે ચતૂર સુણે હા એહ રત્નચરિત્ર. દાં. ૪૭૩ સંવત બાંણુ ગુણ સુંદરૂ, મકરાકર હે શસિ વર્ષ વદીત, તેરસિનભ માસઈ તિહાં, અહિમદપુરિ હે ર વાર આદીત. દાં. ૪૭૪ પભણી હાલ પંચવીસમી રસિક જન હે ગાયો કંઠિ રસાલ,
સગવટ કવિઓ સાંકલી, તુક સરસઈ હોં ઈમ સ્તવઈ તેજપાલ, દાં. ૪૭૫. (૧) સં.૧૭૪ર વર્ષે વૈશાખ વદિ ૦)) શનીવાસરે. સં.૧૯૧૬, જે. શા.અમ. દા.૧૩ નં.૪૦. (૨) પ.સં.૨૦-૧૬, ડા. પાલણપુર દા. ૩૬. (૩) પ.સં.૧૧-૨૨, વડા ચૌટા ઉ. પ.૧૯. (૩૪૯૮) અમરસેન વયરસેન રાસ ૪ ખંડ ૨.સં.૧૭૪૪ માધવ શુદ
૩ અહિંમદપુરમાં આદિ
દૂહા આસાવરી રાગે. પ્રથમ જિનેસર પ્રણમીયે, નાભિ નરેસર નંદ, પ્રણમુ નિજગુરૂ પ્રેમ , સુરપતિજી સુખકંદ. વરદાય સમરું વલી, દેવી કવિ-સુખદાય, સરસ વચન ઘો સારદા, કૃપા કરી મુઝ માય. દાન શીલ તપ દાખીયા, ભાવસહીત ભગવંત, સરીખા છઈ તઉપણિ સુણે, આખું દાન એકત. દાન સુપાત્રે દેયતાં, દાલિદ્ર નાસઈ દુરિ, દૂખવિયોગ મિટઈ દાનથી, હરિ સ્ત્રી વસઈ હજૂર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org