SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૩૦૨૦૬૭)માં પણ ડૉ. વિનયસાગરજી, તથા સુરેન્દ્રકુમારજી બોથરા આદિ ઘણી પ્રવૃત્તિ કરી રહ્યા છે. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રમણ સંઘમાં ઉપપ્રવર્તક શ્રી અમરમુનિજીના માર્ગદર્શન નીચે પદ્મ પ્રાશન, (પદ્મધામ, નરેની મંડી, વિલ્હી ૧૧૦૦૪૦) તરફથી સચિત્ર આગમ ગ્રંથો હિન્દી તથા અંગ્રેજી અનુવાદો સાથે એક પછી એક ઝપાટાબંધ પ્રકાશિત થઈ રહ્યા છે. આના સહસંપાદક આગરાના શ્રીચંદજી સુરાણા (સરસ) છે તથા અંગ્રેજી અનુવાદ સુરેન્દ્રકુમાર બોથરા (પ્રાકૃત ભારતી અકાદમી, જયપુર) કરી રહ્યા છે. ७ આગમોની બાબતમાં અનેક સ્થાનકવાસી તથા તેરાપંથી સંસ્થાઓ પણ ખૂબ ખૂબ સક્રિય છે. હિન્દી ભાષાંતરો, વિવેચનો, સચિત્ર અંગ્રેજી અનુવાદો, શોધનિબંધો ઘણા મોટા પ્રમાણમાં પ્રકાશિત થયા છે તથા પ્રકાશિત થઈ રહ્યા છે. તેરાપંથીઓએ પ્રકાશિત કરેલું કેટલુંક સાહિત્ય ખૂબ ખૂબ અધ્યયન તથા ઝીણવટથી ભરેલું હોય છે. શ્રી ગુરૂપ્રાણ ફાઉન્ડેશન (શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ, ગુજરાત રાજ્ય, પિન ૩૬૦૦૦૫) તરફથી ગુરૂપ્રાણબત્રીસી ગ્રંથમાલામાં ગુજરાતી અનુવાદ તથા વિવેચન સાથે બત્રીસ આગમો પ્રકાશિત થઈ રહ્યા છે. તેમાં ૨૦ ગ્રંથો તો આજ સુધી પ્રકાશિત થઈ પણ ગયા છે. સ્થાનકવાસીઓમાં જો કે ઘાસીલાલજી તથા પુષ્પભિક્ષુએ આગમોની બાબતમાં કેટલાક મનફાવતા ફેરફારો કરી નાખ્યા છે. છતાં સ્થાનકવાસીઓએ પ્રકાશિત કરેલું બીજુ બધું જ સાહિત્ય એવું નથી. હસ્તલિખિત ગ્રંથોને વફાદાર રહીને પણ ઘણું સાહિત્ય પ્રકાશિત થયેલું છે. પરંતુ મોટી ખામી એ છે કે સ્થાનકવાસી તથા તેરાપંથીઓ પાસે પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોની સામગ્રી છે જ નહિ અથવા નહિવત્ છે. આ બધી સામગ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ પાસે જ છે. એટલે શ્વે. મૂર્તિપૂજક શ્રમણ સંઘ, જો આગમ આદિ સાહિત્યના સંશોધનમાં ગંભીર રીતે ચિંતન કરીને રસ લેતો થાય તો ઘણું જ સુંદર, શુદ્ધ તથા પ્રમાણભૂત સાહિત્ય પ્રકાશમાં આવે તથા ઘણી ભ્રાંતિઓ ઉભી થતી અટકે. આ લખવાનું પ્રયોજન એ છે કે શ્વે.મૂ. શ્રમણસંઘ આ વિષે ગંભીરતાથી વિચારે તેમ જ સત્વર જાગરિત થઈને સક્રિય બને. શ્વે.મૂ.સંઘ પાસે અપાર સામગ્રી તથા શક્તિ છે એટલે શ્વે.મૂ.સંઘની આ જવાબદારી તથા પવિત્ર ફરજ પણ છે. ઈંગ્લેન્ડમાં પણ Oxford University Press, Great Clarendon Street, OXFORD, OX2 6DP U.K. તરફથી OXFORD WORLD'S CLASSICS આ ગ્રંથમાલામાં પ્રો. રિચાર્ડ ગોમ્બ્રીચ Prof. Richard Gombrich ના માર્ગદર્શન નીચે પ્રો. રિચાર્ડ ફાયનેસ Prof. Richard Fynes જૈન ચરિત્ર ગ્રંથોના અંગ્રેજી અનુવાદો એક પછી એક પ્રકાશિત કરી રહ્યા છે, આ વાતની પણ નોંધ લેવા જેવી છે. જો કે આપણી અનેક વાતોથી અપરિચિત હોવાને લીધે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001029
Book TitleAgam 03 Ang 03 Sthananga Sutra Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2004
Total Pages588
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy