________________
પ્રસ્તાવના
એમના અનુવાદોમાં કેટલીક ભૂલો આવી જાય એ સ્વાભાવિક છે, છતાં જો આપણો સંપર્ક હોય તો ભૂલો સુધારી લેવાનું એમનું સૌજન્ય ઘણું હોય છે.
આ વાત એટલા માટે જણાવી છે કે ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન આદિમાં વિચરતા આપણા સાધુ-સાધ્વીઓને આ વાતની કશી કલ્પના જ હોતી નથી. જ્યારે બહાર વિચરીએ અથવા બીજાના સમાગમમાં આવીએ ત્યારે જ ખબર પડે કે આપણે ધારીએ તેના કરતાં, આગમ આદિ સાહિત્ય વિષે વિચારણા અને અભ્યાસ ગુજરાત-મહારાષ્ટ્ર-રાજસ્થાન બહાર પણ ઘણા ઘણામોટા પ્રમાણમાં થઈ રહ્યા છે.
ગંભીરતાથી તથા વિશાળ સ્વરૂપે સ્થાનાંગના અભ્યાસીઓએ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી વિક્રમસં. ૨૦૪૧માં જૈન આગમ ગ્રંથમાલામાં ગ્રંથાંક ૩ રૂપે પ્રકાશિત થયેલું અને અમે સંપાદિત કરેલું સ્થાનાંગસૂત્ર પણ સાથે જ રાખીને વાંચન કરવું ખાસ જરૂરી છે. કારણકે તેમાં વિવિધ પાઠાંતરો, તથા પરિશિષ્ટોમાં સ્થાનાંગ-સમવાયાંગની પરસ્પર તુલના તથા સ્થાનાંગની બીજા આગમઆદિ ગ્રંથો સાથે તુલના, તથા બૌદ્ધ ત્રિપિટક સાથે વિસ્તારથી તુલના કરેલી
છે. એ બધું આ પ્રકાશનમાં અમે સમાવેલું નથી. આ બધું શ્રી મહાવીર જૈન વિદ્યાલયના | વિક્રમસં.૨૦૪૧ (ઈ.સ.૧૯૮૫)ના પ્રકાશનમાં જ છે.
હિન્દી ભાષા ઉપર અમારો કાબૂ ન હોવાથી હિંદીમાં વિચારો સુંદર રીતે રજુ કરી શકાય એટલા માટે મામપ્રકાશન સમિતિ (થાવર, રાનસ્થાન) તરફથી નિનામગ્રંથમાના ग्रन्थाङ्क ७ भi शित. थयेदा स्थानांगसूत्रमा स्थानाङ्गसूत्रः एक समीक्षात्मक अध्ययन રૂપે સ્થાનકવાસી આચાર્ય દેવેન્દ્રમુનિજી શાસ્ત્રીએ અતિવિસ્તૃત નિબંધ (પૃ૦૧-૫૦) લખ્યો છે, તેમાંથી જરૂર પુરતો ભાગ યથાયોગ્ય સંસ્કાર કરીને અહીં પ્રસ્તાવના પછી ઉદ્ધત કર્યો છે.
સ્થા) આ૦ દેવેન્દ્રમુનિજી શાસ્ત્રીના બધા વિચારો કે કલ્પનાઓ સાથે અમે સંમત છીએ એવું નથી. પરંતુ આ વિષયમાં એમનું પણ દૃષ્ટિબિંદુ શું છે ? એ જણાવવા માટે જ એ નિબંધ ઉદ્ધત કર્યો છે.
ટીકાની હસ્તલિખિત પ્રતિઓમાં કાગળ ઉપર તેમજ તાડપત્ર ઉપર લખેલી પ્રતિઓ અમે જોઈ છે. તેમાં કાગળ ઉપર લખેલી પ્રતિઓ તાડપત્રની જ સાક્ષાત્ અથવા પરંપરાએ નકલો છે એટલે અમે તાડપત્રનો જ મુખ્ય આધાર લીધેલો છે. તાડપત્રમાં નેતથા હિં, પ્રાચીન છે. પ૦ તથા નેર તે પછીની છે. સંભવ છે કે નેર તથા પ૦ નું મૂળ એક જ હોય. કેટલીક વાર એમ લાગે કે અભયદેવસૂરિમહારાજે જે આદર્શ પહેલાં લખ્યો હશે તેમાં પોતે જ કેટલાક સ્થાને સુધારા કર્યા હોય અને એ સુધારેલા આદર્શ ઉપરથી પ૦ તથા નેર લખાયા હોય. ચોક્કસ કહેવું મુશ્કેલ છે. ને સૌથી વધારે પ્રાચીન છે, છતાં તેમાંયે કોઈક સ્થળે પાઠ પડી ગયા છે. એટલે ને? અને રવંડ ઉપર અમે વધારે આધાર રાખ્યો છે, છતાં પા૦ તથા ગેર નો પણ ઉપયોગ કર્યો જ છે. આ ટીકા ગ્રંથને શુદ્ધ કરવા માટે અત્યંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org