________________
પ્રસ્તાવના
પ્રસ્તાવનામાં (તથા તેના અંગ્રેજી અનુવાદમાં) જૈન આગમો તથા તેના ભેદો આદિ વિષે પૃ. ૪ થી ૨૨માં તેના સંપાદકો આ.પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ આદિએ ઘણા ઘણા વિસ્તારથી ચર્ચા-વિચારણા કરી છે. છતાં, આ અંગે જે વિશેષ વિચારણા કરવાની છે તે સટીક સમવાયાંગમાં જણાવવા ભાવના છે.
રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, ઉત્તરાંચલ, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ આદિમાં વિહાર કરવાથી અમને જાણવા મળ્યું કે ગુજરાત બહાર હિન્દીભાષાભાષી પ્રદેશોમાં આગમના અભ્યાસીઓ ખૂબ-ખૂબ મોટી સંખ્યામાં છે. તેમના સુધી આ ગુજરાતી લખાણ પહોંચ્યું પણ નથી. તેઓ ગુજરાતી ભાષાને સમજી શકતા પણ નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક, સ્થાનકવાસી, તેરાપંથી, તથા દિગંબર જૈનો લાખોની સંખ્યામાં ત્યાં વસે છે. જૈનેતર વિદ્વાનો પણ આના અભ્યાસીઓ હોય છે. તે બધા સુધી આ લખાણ પહોંચાડવા માટે રાષ્ટ્રભાષા હિન્દીમાં લખવું પણ ઘણું જરૂરી છે.
ગ્રંથોના ગ્રંથો ભરાય એટલું બધું સાહિત્ય હિંદી ભાષામાં આગમો અંગે જુદા જુદા લેખકો વડે લખાયું છે. તેમાં કેટલુંક લખાણ વિવાદાસ્પદ પણ છે, કેટલુંક કાલ્પનિક પણ છે. છતાં બીજાઓનું દૃષ્ટિબિંદુ જાણવું પણ ગંભીર અભ્યાસીઓને માટે જરૂરી ગણાય. એ બધા વિવિધ વિચારો સ્થાનાંગસૂત્રની આ પ્રસ્તાવનામાં પ્રદર્શિત કરવાનું શક્ય નથી. એટલે એ માટે જોવાના સાહિત્યની જ ભલામણ કરીએ છીએ.
जैन साहित्य का बृहद् इतिहास भा. १,२,३,४ प्रकाशक - पार्श्वनाथ विद्याश्रम શોધસંસ્થાન, C/o મા.ટી.મા. રોડ, વારાણસી-૧ (૩ત્તરપ્રવેશ).
નન વિઘા માથા ના.૭-૭, Aspects of Saiolgy નાં ૭ વોલ્યુમ (પ્રકાશવરપાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધસંસ્થાન, વારાણસી-) માં પ્રકાશિત થયેલા અનેક નિબંધો
जिनवाणी- जैनागम साहित्य विशेषांक (ई.स. २००२, प्रकाशक- सम्यग्ज्ञानप्रचारक मण्डल, बापू बजार, जयपुर, राजस्थान) पृ. १-५१८
जैनधर्म का मौलिक इतिहास भाग-२ (लेखक- आ.श्री हस्तिमलजी महाराज). તે ઉપરાંત, આગમ પ્રકાશન સમિતિ (વ્યાવર, રાજસ્થાન) થી પ્રકાશિત થયેલા અનેક આગમ ગ્રંથોની પ્રસ્તાવનાઓ.
શ્રીચંદજી સુરાણા (સરસ) પણ દિવાકર પ્રકાશન (C/o N 7 વાઢિ હીલસ, સંગના સિનેમા સામને, મહાત્મા થી રોડ, મરી, ઉત્તરપ્રવેશ, પિન-૨૮૨૦૦૨) દ્વારા ઘણું સાહિત્ય આગમ વિષે પ્રકાશિત કરે છે. શ્રીચંદજી સુરાણા સાથે અમારે જુનો પરિચય તો હતો જ, પણ જ્યારે અમારે આગરા જવાનું થયું અને એક દિવસ તેમને ત્યાં રોકાયા, ત્યારે ખબર પડી કે કેટલી મોટી પ્રવૃત્તિ ત્યાં પણ ચાલી રહી છે.
પ્રાકૃત ભારતી અકાદમી (9રૂ-૭ મૈન માનવીય નર નયપુર, રાનસ્થાન, વિન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org